ગુજરાતમાં આ તારીખથી જોવા મળશે મેઘ મહેર, હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે કરી મોટી આગાહી, જાણો કયા વિસ્તારમાં થશે વરસાદ ?

સાબરમતી બે કાંઠે વહેશે, અમદાવાદમાં પણ થશે ભારે વરસાદ, ઉત્તર ગુજરાતમાં તો વરસશે વરસાદી કહેર, જાણો અંબાલાલ પટેલની ચોંકાવનારી આગાહી

Ambalal Patel rain Forecast : હાલ ચોમાસાનો સમય છે અને અને ગુજરાતની અંદર વરસાદના બે રાઉન્ડ જબરદસ્ત જોવા મળ્યા. ત્યારે છેલ્લા 2-4 દિવસથી વરસાદમાં રાહત જોવા મળી રહી છે. ત્યારે ગઈ કાલે ગુજરાતના ઘણા બધા વિસ્તારોમાં છુટા છવાયા ઝાપટા અને ભારે વરસાદ પણ જોવા મળ્યો હતો. ત્યારે આગામી સમયમાં વરસાદ કેવો રહેશે તેને લઈને ગુજરાતના હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલની ચોંકાવનારી આગાહી પણ સામે આવી છે.

ઉત્તર ગુજરાતમાં કહેર :

વરસાદને લઈને હવામાન વિભાગ દ્વારા પણ આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગે જણાવ્યું કે ગુજરાતમાં આગામી 5 દિવસ સુધી વરસાદ રહેશે. ત્યારે આ બધા વચ્ચે જ અંબાલાલ પટેલની આગાહી પણ સામે આવી છે. તેમને જણાવ્યું કે, “ગુજરાતમાં આગામી દિવસોમાં ભારે વરસાદ આવવાની શક્યતા છે. તેમને એમ પણ જણાવ્યું કે ઉત્તર ગુજરાતમાં વરસાદ કહેર મચાવશે, સાથે જ મધ્ય ગુજરાતમાં પણ વરસાદનું જોર જોવા મળશે.

આ વિસ્તારમાં ધોધમાર :

અંબાલાલ પટેલે એમ પણ જણાવ્યું કે, “આ સાથે જ પૂર્વ ગુજરાતમાં પણ વરસાદી માહોલ જામશે. અમદાવાદમાં પણ ભારે વરસાદની શક્યતા છે. ભારે વરસાદના કારણે નદીઓમાં પણ પૂર આવશે.  આહવા, ડાંગ, સુરત, નવસારી, ભરૂચમાં વરસાદની આગાહી અંબાલાલ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. અંબાલાલ પટેલે જણાવ્યું કે વડાલી, સાબરકાંઠા, બનાસકાંઠા, ખેડા, નડીયાદ, આણંદ, વડોદરા, તારાપુર, પેટલાદમાં પણ ભારે વરસાદની સંભાવના છે.

સાબરમતી બે કાંઠે વહેશે :

આ ઉપરાંત પંચમહાલના કેટલાક ભાગો, કચ્છના કેટલાક ભાગોમાં પણ ભારે વરસાદ વરસી શકે છે. અંબાલાલે આ આગાહીને લઈને કહ્યું કે,   . ભારે વરસાદના કારણે ઉકાઈ ડેમ, તાપી નદીની જળ સપાટીમાં વધારો થશે. આ ઉપરાંત સાબરમતી નદી પણ બે કાંઠે થશે.અંબાલાલે રાજ્યના દરિયાકાંઠાના વિસ્તારોમાં પણ સારો વરસાદ થવાની આગાહી કરી છે, આ ઉપરાંત મધ્ય પ્રદેશના કેટલાકે ભાગોમાં પણ વરસાદ થવાની સંભાવના છે.

Niraj Patel