ભાવનગરની આ દિલ સેન્ડવીચ જોઈને લોકોનો પિત્તો ગયો, જમ્મુ કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રીએ પણ વીડિયો શેર કરીને વ્યક્ત કરી હેરાની, જુઓ

ખાણીપીણીને લઈને સોશિયલ મીડિયામાં ઘણા બધા વીડિયો રોજ વાયરલ થતા હોય છે અને તેમાં પણ ફૂડ બ્લોગર દ્વારા એવા એવા વીડિયો શેર કરવામાં આવે છે જે કેટલાકને પસંદ આવે છે તો કેટલાક લોકોને વીડિયો પસંદ નથી આવતા. હાલ ભાવનગરના એક સેન્ડવીચ વાળાનો વીડિયો ખુબ જ વાયરલ થઇ રહ્યો છે, જેને જમ્મુ કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી ઉંમર અબ્દુલ્લાએ પણ શેર કર્યો છે.

વાયરલ વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે ભાવનગરમાં હિતેશ સેન્ડવીચ નામની એક લારીવાળા ભાઈ બ્રેડને હાર્ટ શેપમાં પહેલા કાપે છે, અને પછી તેના ઉપર બટર લગાવે છે. જેના બાદ તેની ઉપર જામ લગાવે છે. બાજુમાં એક છોકરો ડેરી મિલ્ક ચોકલેટને છીણે છે અને સેન્ડવીચ ઉપર નાખે છે. ત્યાર બાદ તેમાં બરાબરનું ચીઝ નાખવામાં આવે છે.

હજુ આટલેથી અટકતું નથી ત્યાં બ્રેડ ઉપર ચોકોબારને વચ્ચેથી કાપીને મુકવામાં આવે છે. જેના બાદ એક નાનું હાર્ટ પણ કાપવામાં આવે છે અને સુંદર રીતે સજાવીને ગ્રાહકને પીરસવામાં આવે છે. આ વીડિયોને જોઈને હવે લોકોનું દિમાગ પણ છટકી રહ્યું છે. ઘણા લોકો આ વીડિયોને ટ્રોલ પણ કરી રહ્યા છે.

જમ્મુ કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી ઉંમર અબ્દુલ્લાએ ટ્વીટ કરીને કહ્યું કે, “આ સેન્ડવિચે મારુ મન ઉડાવી દીધું. આ મિશ્રણને કોણ લાવ્યું છે અને તેમને આનું બજાર કેવી રીતે શોધ્યું ? મને ગુજરાતી ખાવાનું બહુ જ પસંદ છે પરંતુ આવા આવિષ્કાર ઉપર હું લીટી મારુ છું.” સોશિયલ મીડિયાના અલગ અલગ પ્લેટફોર્મ પર આ વીડિયો ખુબ જ વાયરલ થઇ રહ્યો છે.

Niraj Patel