માતાને આવ્યુ દીકરાનું એવું સપનું કે જીવતો હોવાની આશામાં 7 દિવસ બાદ ખોદાવી કબર, પછી થયુ એવું કે…

સાપના ડશવાને કારણે થઇ યુવકની મોત, માતાને રાત્રે આવ્યુ સપનું, 7 દિવસ બાદ ખોદાવી કબર..તો…..

ઘણીવાર ગુજરાત સહિત દેશભરમાંથી એવી એવી ઘટનાઓ સાંભળવા મળે છે કે આપણે પણ હેરાન રહી જઇએ. હાલમાં એવી ઘટના સામે આવી, જેમાં 29 જૂનના રોજ સાપ કરડવાથી એક યુવકનું મોત થયું હતું. જ્યારે તેની માતાએ તેનો પુત્ર જીવતો હોવાનું સપનું જોયું, ત્યારે તેના દફનાવવામાં આવેલા મૃતદેહને કબરમાંથી બહાર કાઢવાની કવાયત શરૂ કરવામાં આવી. વહીવટીતંત્રની પરવાનગી બાદ લાશને બહાર કાઢવામાં આવી અને જ્યારે લોકોએ જોયું કે લાશ ખાડાની અંદર છે અને તે ખૂબ જ ફૂલેલી પણ છે, તો તેને દાટી દેવામાં આવી.

હાથરસ શહેરના કોતવાલી સદર વિસ્તારના નાગલા ચૌબે ગામનો રહેવાસી 18 વર્ષીય યોગેશ 29 જૂન 2022ની રાત્રે પોતાના ઘરમાં જમીન પર સૂતો હતો. આ દરમિયાન સાપે તેને ડંખ માર્યો હતો. જ્યારે પરિવારજનોને આ વાતની જાણ થઈ તો તેઓ તેને જિલ્લા હોસ્પિટલમાં લઈ ગયા. જ્યાં તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો. આ પછી પણ સંબંધીઓ તેને ઘણી બાળગીરો પાસે લઈ ગયા, બધાએ તેને મૃત જાહેર કર્યો

અને પછી તેનો મૃતદેહ ગામ નજીક આવેલા હાથરાસી દેવી મંદિર પાસેના ખાડામાં દફનાવવામાં આવ્યો. મૃત્યુના 2 દિવસ પછી સ્વપ્ન આવ્યું. પુત્રએ તેની માતાને કહ્યું કે તે હજી જીવે છે, તેને ખાડામાંથી બહાર કાઢો. તે સમયે તેને આ વાત પર વિશ્વાસ ન આવ્યો, વિસ્તારના ઘણા યુવકો અને મહિલાઓને પણ આ સપનું આવ્યુ અને 12 સંબંધીઓને પણ આવ્યું. ત્યારે માતાએ ખાડો ખોદવાની જીદ કરી અને તેના સંતોષ માટે બધા તેને લઈ ગયા.

આ પછી પરિવારના સભ્યો જિલ્લા મેજિસ્ટ્રેટની ઓફિસ પહોંચ્યા. પરવાનગી સાથે, તેઓએ મૃતદેહને બહાર કાઢવાનું શરૂ કર્યું. જે જગ્યાએ મૃતદેહને દફનાવવામાં આવ્યો હતો. ત્યાં પાણી ભરાયું હતું, જેથી ત્યાં પાણી વહી ગયું હતું અને જેસીબી પણ મંગાવવામાં આવ્યું હતું. સાંજે, જ્યારે જોયું કે ખાડામાં લાશ છે અને તે ફૂલેલી છે. તો તેને ફરીથી દાટી દેવામાં આવી.

Shah Jina