ક્રિકેટર મોહમ્મદ શમીની પત્નીએ “પુષ્પા” ફિલ્મના ગીત “બલમ સામે” ઉપર એવા લગાવ્યા ઠુમકા કે જોનારા પણ આંખો ફાડી ફાડીને જોતા જ રહી ગયા

હાલમાં આખા દેશની અંદર ફિલ્મ “પુષ્પા”નો ખુમાર છવાયેલો છે. પુષ્પાના ગીતો અને ડાયલોગ ઉપર દુનિયાભરના લોકો વીડિયો બનાવી રહ્યા છે, અને સોશિયલ મીડિયામાં પોસ્ટ પણ કરી રહ્યા છે, ઘણા વીડિયો એવા હોય છે જેને વારંવાર જોવાનું મન થાય, તો ઘણા વીડિયો બોલીવુડના સેલેબ્સ દ્વારા પણ બનાવવામાં આવતા હોય છે.

હાલ પુષ્પા ફિલ્મના ગીત બલમ સામે ઉપર ભારતીય ક્રિકેટર મોહમ્મદ શમીની પત્ની અભિનેત્રી હસીન જહાં દ્વારા બનાવવામાં આવ્યો છે, જે ખુબ જ વાયરલ પણ થઇ રહ્યો છે, આ ગીતની અંદર હસીન જબરદસ્ત ઠુમકા લગાવતી જોવા મળી રહી છે, જેને ચાહકો દ્વારા ખુબ જ પસંદ પણ કરવામાં આવી રહ્યો છે.

બલમ સામે ગીત ઉપર ડાન્સ કરતો વીડિયો હસીન જહાં દ્વારા જ સોશિયલ મીડિયામાં પોસ્ટ કરવામાં આવ્યો છે. સોશિયલ મીડિયામાં આ વીડિયો પોસ્ટ થવાની સાથે જ વાયરલ થઇ ગયો છે. આ વાયરલ વીડિયોની અંદર હસીન જહાં લાલ અને સફેદ સાડીમાં ધાંસુ અંદાજમાં ડાન્સ કરતી જોવા મળી રહી છે. તેના ચાહકો પણ ભરપૂર કોમેન્ટ કરી રહ્યા છે.

હસીન જહાં સોશિયલ મીડિયામાં પણ ખુબ જ એક્ટિવ રહે છે અને તેની તસવીરો અને વીડિયો પણ શેર કરતી રહે છે, ઘણીવાર તે એટલી બોલ્ડ તસવીરો પણ શેર કરે છે જેના કારણે તેને ટ્રોલિંગનો પણ સામેનો કરવો પડે છે. તેના ચાહકો ઘણીવાર તેના સમર્થનમાં આવે છે તો કેટલાક લોકો તેનો વિરોધ કરી અને ટ્રોલ પણ કરતા હોય છે.

મોહમ્મદ શામી અને હસીન વચ્ચેનો તણાવ તો જગ જાહેર બની ગયો છે. જેને લઈને હસીને ઘણીવાર સોશિયલ મીડિયામાં પોસ્ટ પણ કરી છે. મોહમ્મદ શમી સાથે વિવાદને કારણે હસીન ઘણા સમયથી તેની દીકરી સાથે અલગ રહે છે. આ બંને વચ્ચે ઘણા સમયથી વિવાદ ચાલી રહ્યો છે. બંનેના હજી છૂટાછેડા થયા નથી.

 

View this post on Instagram

 

A post shared by hasin jahan (@hasinjahanofficial)

મોહમ્મદ શામીએ 6 જૂન 2014ના રોજ કોલકાતાની મોડલ હસીન જહાં સાથે લગ્ન કર્યા હતા. બંને 17 જુલાઇ 2015ના રોજ દીકરીના પેરેન્ટ્સ બન્યા હતા, પરંતુ લગ્નના થોડા વર્ષો બાદ જ બંનેના તણાવના સમાચાર આવ્યા. પોતાના લગ્ન જીવનને લઈને પણ હસીન જહાં ઘણીવાર સોશિયલ મીડિયામાં પણ પોસ્ટ કરતી હોય છે.

Niraj Patel