ઢોસા બનાવી રહેલા આ કાકાના ટેલેન્ટ ઉપર ફિદા થયા બિઝનેસમેન હર્ષ ગોયંકા, વીડિયો શેર કરીને કહી દિલ જીતી લેનારી વાર, જુઓ

સોશિયલ મીડિયામાં રોજ ઘણા બધા વીડિયો વાયરલ થતા હોય છે, તો હાલમાં ફૂડ બ્લોગરોનો પણ રાફડો ફાટ્યો છે અને તેઓ પણ અવનવા ફૂડ વીડિયો બનાવીને સોશિયલ મીડિયામાં શેર કરતા હોય છે, જે લોકોને પણ ખુબ જ પસંદ આવે છે, ત્યારે હાલમાં ભારતના ખ્યાતનામ ઉદ્યોગપતિ હર્ષ ગોયંકાએ તેમના સોશિયલ મીડિયામાં એક વીડિયો શેર કર્યો છે અને આ વીડિયોના કારણે હર્ષ ગોયંકા લોકોના દિલ જીતી રહ્યા છે.

હર્ષ ગોયંકા દ્વારા શેર કરવામાં આવેલા વીડિયોમાં જોઈ શકાય છે કે એક સ્ટ્રીટ વેન્ડર ઢોસા બનાવીને તેને અનોખી રીતે પીરસી રહ્યો છે.  આ વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે અને હર્ષ ગોયંકાએ પણ સર્જકને સલામ કરી છે. તો ચાહકો પણ આ વીડિયોમાં ભારે પ્રતિસાદ આપી રહ્યા છે.

ગત રવિવારે હર્ષ ગોયંકાએ પોતાના ઓફિશિયલ ટ્વિટર એકાઉન્ટ પર એક વીડિયો શેર કર્યો હતો. આ વીડિયો એ જ ફ્લાઈંગ ઢોસા મેકરનો છે, જે ગયા વર્ષે ઢોસા બનાવવાની અને પીરસવાની પોતાની સ્ટાઈલ માટે વાયરલ થયો હતો. હવે હર્ષ ગોયંકાએ વીડિયો શેર કર્યો અને લખ્યું કે “તમારું શ્રેષ્ઠ આપવા માટે તમે જે કરો છો તેને પ્રેમ કરવો પડશે.”

વાયરલ થઈ રહેલા આ 2 મિનિટ, 20 સેકન્ડના વીડિયોમાં આપણે મુંબઈના દાદર નજીક એક ઢોસા વિક્રેતાને એકસાથે 5-6 ઢોસા બનાવતા જોઈ શકીએ છીએ. પછી તે તવામાંથી ઢોસા કાઢે છે અને પ્લેટ સાથે ધાર પર રાહ જોઈ રહેલા તેના સાથીદારને અનોખી રીતે ફેંકે છે અને ઢોસા આપે છે, જે સીધો થાળીમાં પડે છે. ઢોસા બનાવનારનો આ વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે અને ઢોસા બનાવનારા કારીગરને પણ લોકો સલામ કરે છે.

Niraj Patel