Fact Check : હેરી પોટર ઇન્ડિયામાં? મહાકુંભ મેળામાં ‘હેરી પોટર’ના નામે વાયરલ થયો આ છોકરો…ભંડારાનું ભોજન ખાતો વીડિયો વાયરલ

હેરી પોટર સીરીઝથી કોણ પરિચિત નથી ? આ જાદુઈ કહાનીઓ ઘણા લોકોના બાળપણનો મહત્વનો ભાગ રહી છે. પરંતુ જો કોઈ કહે કે મહાકુંભ મેળામાં ‘હેરી પોટર’ આવ્યો છે તો તમે શું વિચારશો ? વિશ્વાસ કરવો મુશ્કેલ છે, બરાબર… જો કે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા એક વીડિયોએ લોકોને ચોંકાવી દીધા છે.

આ વીડિયોમાં ‘હેરી પોટરના’ નામથી પ્રખ્યાત ડેનિયલ રેડક્લિફના લુકલાઈક પ્રયાગરાજના મહાકુંભમાં ભંડારાની મજા લેતા જોવા મળે છે. પ્રયાગરાજમાં ચાલી રહેલા મહાકુંભમાંથી ‘આઈઆઈટીયન બાબા’, ‘મસ્ક્યુલર બાબા’, સુંદર સાધ્વી અને બ્રાઉન બ્યુટી મોનાલિસા જેવા નામોએ પહેલા જ સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી હતી, પરંતુ આ વખતે ‘હેરી પોટર’ નામે વાયરલ થઇ રહેલો એક છોકરો સમાચારમાં છે ! જી હા, મહાકુંભ મેળાના એક વીડિયોએ તેને ઈન્ટરનેટ પર ચર્ચામાં લાવી દીધો છે.

વાયરલ ક્લિપમાં હેરી પોટર એટલે કે ડેનિયલ રેડક્લિફ જેવો એક છોકરો ભંડારામાં બેસીને ભોજન લેતો જોવા મળે છે. ઈન્સ્ટાગ્રામ પેજ પ્રયાગરાજ ટોક ટાઉન પર શેર કરવામાં આવેલ આ વીડિયોએ લોકોને આશ્ચર્યમાં મૂકી દીધા છે. લોકો પોતાની આંખો પર વિશ્વાસ કરી શકતા નથી. જણાવી દઇએ કે આ છોકરો હેરી પોટર એટલે કે ડેનિયલ રેડક્લિફ જેવો દેખાય છે પરંતુ ડેનિયલ રેડક્લિફ નથી…

એક વ્યક્તિ ડિસ્પોઝેબલ પ્લેટમાં ભંડારાનો પ્રસાદ ખાતો જોવા મળે છે, સોશિયલ મીડિયા પર આ વીડિયોમાં લોકોની ફની પ્રતિક્રિયાઓ પણ જોવા મળી હતી.એક યુઝરે લખ્યું કે તે બિલકુલ હેરી પોટર જેવો દેખાય છે! જ્યારે બીજાએ કટાક્ષ કર્યો કે હેરી પોટર પ્રસાદની મજા માણતી વખતે.

Devarsh