ઓસ્ટ્રેલિયામાં હાર્દિક પંડ્યાએ પત્ની નતાશા અને દીકરા અગત્સ્ય સાથે મચાવી ધૂમ, એકવેરિયમની મુલાકાત કરી

ટી-20 વર્લ્ડ કપમાં પાકિસ્તાન સામેની મેચ પહેલા જ પત્ની અને દીકરા સાથે ચીલ કરતો જોવા મળ્યો હાર્દિક પંડ્યા, અગત્સ્યની ક્યુટનેસ જીતી રહી છે દિલ

ક્રિકેટ રસિયાઓ જેની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા એ ટી-20 વર્લ્ડ કપ શરૂ થઇ ગયો છે અને રવિવારે જ એક ધમાકેદાર મુકાબલો યોજાવવાનો છે. જેની રાહ ભારતમાં જ નહિ પરંતુ દુનિયાભરમાં જોવામાં આવે છે. આ મુકાબલો યોજાશે ભારત અને પાકિસ્તાન વચ્ચે. ભારત આ વર્લ્ડ કપમાં પોતાની પહેલી જ મેચ પાકિસ્તાન સામે રમવાનું છે ત્યારે ખેલાડીઓ પણ આ દરમિયાન સજ્જ થઇ ગયા છે.

ત્યારે હવે ભારતીય ટીમના ઓલરાઉન્ડર ખેલાડી હાર્દિક પંડ્યાની કેટલીક તસવીરો સામે આવી છે. જેમાં તે પત્ની નતાશા અને દીકરા અગત્સ્ય સાથે ઓસ્ટ્રેલિયાના મેલબોર્નમાં એક એકવેરિયમની મુલાકાત લેવા માટે પહોંચેલો જોઈ શકાય છે. ભારતીય ટીમના ઓલરાઉન્ડર ખેલાડી હાર્દિક પંડ્યાની પત્ની નતાશા સ્ટેનકોવિકે સોશિયલ મીડિયા પર કેટલીક તસવીરો શેર કરી છે.

આ તસવીરમાં પંડ્યા અને નતાશા તેમના પુત્ર અગસ્ત્ય સાથે જોવા મળે છે. સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહેલી તસવીરમાં પંડ્યા અને નતાશા તેમના પુત્ર અગસ્ત્ય સાથે એક જગ્યાએ રસ્તા પર ચાલતા જોવા મળે છે. તસવીરમાં પંડ્યા સફેદ રંગની વેસ્ટ અને કાળા રંગના ટ્રાઉઝરમાં જોવા મળે છે.

તો અન્ય એક તસ્વીરમાં એક જગ્યાએ હાર્દિક પંડ્યા અને તેની પત્ની નતાશા સ્ટેનકોવિક દરિયાઈ કોઈ વિશાળ પ્રાણીના મોઢામાં જોવા મળે છે. નતાશા અહીં ડરવાની જગ્યાએ પાઉટ સાથે શાનદાર પોઝમાં જોવા મળે છે. બીજી તરફ, હાર્દિક પંડ્યા, નતાશા અને અગસ્ત્ય એક સાથે આજ પ્રાણીના મોઢામાં જોવા મળે છે. આ દરમિયાન દરેક સિંહની જેમ ગર્જના કરે છે.

અન્ય એક તસવીરમાં નતાશા અને અગસ્ત્ય જોવા મળે છે. અહીં નતાશા નાના અગસ્ત્યને પેંગ્વિન બતાવતી જોવા મળે છે અને નાનો પંડ્યા તેને ધ્યાનથી જોઈ રહ્યો છે. તો બીજી એક તસ્વીરમાં ખાલી પેંગ્વિન પણ જોવા મળી રહ્યા છે. ચાહકો આ તસ્વીરોને ખુબ જ પસંદ કરી રહ્યા છે.

હાર્દિકે આજ પોસ્ટની અંદર એક જ ફ્રેમમાં ઘણા બધા પોઝ આપતી તસવીર પણ શેર કરી છે. જેમાં હાર્દિક નતાશા અને અગસ્ત જોવા મળી રહ્યા છે. આ તસ્વીરમાં તે ચહેરાના અલગ અલગ પોઝ આપતા પણ જોવા મળે છે. આ તસ્વીરમાં તેમનો મસ્તી ભરેલો અંદાજ પણ ચાહકોને ખુબ જ પસંદ આવી રહ્યો છે.

તો હાર્દિક દ્વારા શેર કરવામાં આવેલી એક તસ્વીરની અંદર નતાશા મિરર સેલ્ફી લેતી જોવા મળે છે. આ તસ્વીરમાં અગત્સ્ય અને હાર્દિક નથી દેખાઈ રહ્યા. આ તસવીરો શેર કરવાની સાથે હાર્દિક પંડ્યાએ કેપશનમાં “Reunited” લખ્યું છે. આ ઉપરાંત હાર્દિકે એક વીડિયો પણ આજ પોસ્ટમાં શેર કર્યો છે.

Niraj Patel