IPL-2022માં ગુજરાત ટાઇટન્સને ભવ્ય વિજય અપાવનારો હાર્દિક પંડ્યા લગ્ન પહેલા રહેતો હતો આવા સામાન્ય 2BHK ફેલ્ટમાં, મીડલ ક્લાસની જેમ જીવતો હતો લાઈફ

આઇપીએલની ગત સીઝનમાં ભારતીય ટીમના ઓલરાઉન્ડર ખેલાડી હાર્દિક પંડ્યાનું પર્ફોમન્સ એટલું સારું ના રહ્યું, જેના કારણે મુંબઈ ઇન્ડિયન્સની ટીમે તેને રિટેઈન ના કર્યો, પરંતુ આ આઇપીએલ 2022માં ગુજરાત ટાઇટન્સની નવી ટીમ બની અને આ ટીમની કમાન હાર્દિક પંડ્યાને સોંપવામાં આવી. હાર્દિક પંડ્યાએ ના ફક્ત ટીમને વિજેતા બનાવી પરંતુ તેનું પર્ફોમન્સ પણ ખુબ જ સારું રહ્યું. તેને બોલિંગ અને બેટિંગ દ્વારા શાનદાર પ્રદર્શન કર્યું અને રાજસ્થાન રોયલ્સને ફાઇનલમાં 7 વિકેટે હરાવીને જીતનો ખિતાબ ગુજરાત ટાઇટન્સને અપાવ્યો.

સોશિયલ મીડિયામાં હાર્દિક પંડ્યાના જીવન વિશેની પણ ઘણી વાતો સામે આવી રહી છે. IPL 2015થી પોતાની કારકિર્દીની શરૂઆત કરનાર હાર્દિક પંડ્યા માત્ર 7 વર્ષમાં જ સફળતાના શિખરો પર પહોંચી ગયો છે. બરોડા તરફથી ડોમેસ્ટિક ક્રિકેટ રમનાર હાર્દિક પંડ્યાએ IPLમાંથી સ્ટારડમ હાંસલ કર્યું હતું. હાર્દિકની સાથે તેનો ભાઈ કૃણાલ પંડ્યા પણ આઈપીએલનો સ્ટાર ખેલાડી છે.

પરંતુ શું તમે જાણો છો કે તેમના લગ્ન પહેલા હાર્દિક અને તેનો ભાઈ કુણાલ પંડ્યા એક જ ઘરમાં સાથે રહેતા હતા અને ખૂબ જ સાદું જીવન જીવતા હતા. તમને જણાવી દઈએ કે IPLમાં મેચ જીત્યા બાદ બંને ભાઈઓએ મુંબઈના વર્સોવામાં 2 BHK ફ્લેટ ખરીદ્યો હતો. હાર્દિકના પિતા હિમાંશુ પંડ્યાએ કહ્યું કે તે ખૂબ જ ખુશ છે કે તેના બંને પુત્રોને મુંબઈમાં પોતાનું ઘર મળ્યું છે. મુંબઈમાં હાર્દિક પંડ્યાનું આ પહેલું ઘર હતું. આજે અમે તમને હાર્દિકના આ મુંબઈ ફ્લેટની તસવીરો બતાવવા જઈ રહ્યા છીએ.

ક્રિકેટની દુનિયામાં નામ કમાતા પહેલા હાર્દિક આ ઘરમાં તેના માતા-પિતા સાથે રહેતો હતો. આ ફ્લેટ તેની માતા નલિની પંડ્યાના નામે નોંધાયેલ છે. આ પછી હાર્દિક અને કૃણાલ પંડ્યાએ મુંબઈમાં બે બેડરૂમનો ફ્લેટ લીધો હતો. બંનેના પિતા હિમાંશુ પંડ્યાએ જણાવ્યું કે, ત્યાં રહેવાનો કોઈ પ્લાન નહોતો, પરંતુ જ્યારે પણ તેઓ વડોદરાથી મુંબઈ જાય છે ત્યારે તેઓ આ ફ્લેટમાં જ રહે છે.

આ ફ્લેટની ઘણી તસવીરો સામે આવી રહી છે. તેમના ઘરના રસોડાની તસવીરો પણ સામે આવી છે, જ્યાં એક સમયે બંને ભાઈઓ સાથે રહેતા અને રસોઈ બનાવતા. જોકે, હવે હાર્દિક સંઘર્ષના યુગથી દૂર ભવ્ય જીવન જીવે છે. આ ફ્લેટ તેમના પિતાએ તેમની દેખરેખ હેઠળ બનાવ્યો હતો. આંતરિક દરેક વસ્તુ સામાન્ય માણસના જીવનને પ્રતિબિંબિત કરે છે.

મિત્રો અને પરિવારજનો સાથે ચેટિંગ કરવા માટે હાર્દિકના ઘરમાં લિવિંગ રૂમ હતો. જ્યાં બંને ભાઈઓ ચાની સાથે ટીવી પર મેચની મજા માણતા હતા. હાર્દિક પંડ્યાને ભગવાનમાં ઘણી શ્રદ્ધા છે. દરેકના ઘરમાં પૂજા માટે ખાસ જગ્યા હોય છે, એવી જ રીતે હાર્દિકના ઘરમાં પણ પૂજા માટે નાનું મંદિર બનાવવામાં આવ્યું હતું.

સામાન્ય માણસની જેમ હાર્દિક પંડ્યા પણ આવા બેડરૂમમાં રહેતો હતો. આ જોઈને તમને તમારા ઘરનો બેડરૂમ યાદ આવી જશે. જોકે, હવે હાર્દિક લગ્ન બાદ અહીં રહેતો નથી. આ બીજા બેડરૂમમાં હાર્દિકનો ભાઈ રહેતો હતો. ખૂબ જ સાદી સજાવટવાળા આ ઘરને જોઈને કોઈ કહી શકે નહીં કે આ સ્ટાર્સ અહીં રહેતા હતા.

Niraj Patel