હરિયાણાના ભિવાનીથી એક દર્દનાક ઘટના સામે આવી. જ્યાં રામલીલાના મંચન દરમિયાન હનુમાનનો રોલ નિભાવી રહેલા હરીશ મહેતાનું હાર્ટ એટેકને કારણે મોત થયુ. થોડીવાર સુધી લોકો આ અકસ્માતને સમજી ન શક્યા, પણ તે પછી તાત્કાલિક તેમને ઉઠાવી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા. જ્યાં તપાસ દરમિયાન ડોક્ટરે તેમને મૃત ઘોષિત કર્યા.
શહેરના જવાહર ચોક પર એક સામાજિક સંસ્થા દ્વારા રામના રાજતિલકના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યુ હતુ. આ દરમિયાન હનુમાનજીનું મંચન કરી રહેલા હરીશ મહેતાએ રામજીના ચરણોમાં ઝુકતા જ પ્રાણ ત્યાગી દીધા. ઘણા સમય સુધી દર્શકોને લાગ્યુ કે હનુમાનજી પૂજા કરી રહ્યા છે. પરંતુ જ્યારે સ્ટેજ પર હાજર લોકોએ તેમને ઉઠાવવાનો પ્રયાસ કર્યો તો તે ઉઠ્યા નહિ.
જે બાદ તરત તેમને હોસ્પિટલ લઇ જવામાં આવ્યા અને ડોક્ટરે તેમને મૃત જાહેર કર્યા. આ ઘટના બાદ વિસ્તારમાં માતમ ફેલાઇ ગયો. મૃતકના પરિજનોની રડી-રડીને હાલત ખરાબ છે. જાણકારી અનુસાર, હરીશ વીજળી વિભાગથી જેઇના પદથી રિટાયર્ડ હતા. તે છેલ્લા 25 વર્ષથી હનુમાનનો રોલ નિભાવી રહ્યા હતા.
કાર્યક્રમના આયોજકોએ જણાવ્યુ કે, મંચન દરમિયાન તે રામજીના ચરણોમાં ઝૂક્યા અને પછી ઉઠ્યા જ નહિ. તેમને અંચલ હોસ્પિટલ લઇ જવામાં આવ્યા હતા પણ ત્યાં સુધી તેમણે દમ તોડી દીધો હતો. અચાનક થયેલી હરીશ મહેતાની મોતથી લગભગ બધા આઘાતમાં છે. કલાકારોનું કહેવુ છે કે તેમને આ વાતનો બિલકુલ અહેસાસ નહોતો કે તેમની સાથે આવું થઇ જશે.
हरियाणा के भिवानी में आज प्राण प्रतिष्ठा के मौके पर आयोजित रामलीला में 25 साल में हरीश मेहता हनुमान का रोल निभा रहे थे। उन्हें मंच पर ही दिल का दौरा पड़ा और वे गिर गये। लोगों को लगा कि वे एक्टिंग कर रहे हैं। अस्पताल ले गये। लेकिन महज़ 25 साल के हरीश को बचाया नहीं जा सका। pic.twitter.com/0enH0kjdYF
— Bhadohi Wallah (@Mithileshdhar) January 22, 2024