લગ્ન પછી પહેલીવાર પતિ સાથે નજર આવી હંસિકા મોટવાની, સિંદૂર-ચૂડો અને ગુલાબી ડ્રેસમાં હસીન લાગી અભિનેત્રી, હનીમુનના સવાલ પર આપ્યુ એવું રિએક્શન કે…

લગ્ન બાદ નવી દુલ્હન બનીને પતિ સાથે પરત ફરી હંસિકા મોટવાની, હનીમુનનું સાંભળી શરમથી લાલ થયો ચહેરો

ફેમસ સાઉથ એક્ટ્રેસ હંસિકા મોટવાની બિઝનેસમેન પતિ સોહેલ કથૂરિયા સાથે રાજસ્થાનમાં ગ્રેન્ડ ડેસ્ટિનેશન વેડિંગના બે દિવસ બાદ મંગળવારના રોજ મુંબઇ પરત ફરી છે. ઇન્સ્ટાગ્રામ પર હંસિકા અને સોહેલની ઘણી તસવીરો અને વીડિયો સામે આવ્યા છે, જેમાં કપલ મુંબઇ એરપોર્ટના ગેટથી હાથ પકડી બહાર નીકળતા જોઇ શકાય છે. વીડિયોમાં જોવા મળી રહ્યુ છે કે પેપરાજીઓ પણ હંસિકા અને સોહેલને શુભકામનાઓ આપી રહ્યા છે.

હંસિકા પણ તેમને થેંક્યુ કહી રહી છે, ત્યારે સોહેલ પણ સ્માઇલ આપે છે. પરંતુ પેપરાજીએ એવું કંઇક પૂછી લીધુ કે હંસિકાની સ્માઇલ તો રૂકવાનું નામ જ નહોતી લઇ રહી. કપલને શુભકામના આપ્યા બાદ પેપરાજીએ હંસિકાને હનીમુન પ્લાન વિશે પૂછ્યુ હતુ, જેના પર હંસિકા તેની હસી રોકી શકી નહિ. કારમાં બેસતા પહેલા તેણે પેપરાજીને વેવ કર્યુ હતુ. હંસિકાએ આ દરમિયાન ગુલાબી એથનિક લુક પસંદ કર્યો હતો,

જ્યારે સોહેલે આછા ગુલાબી કુર્તા અને સફેદ પાયજામા સાથે બ્લેક શૂઝમાં જોવા મળ્યો હતો. નવી નવેલી દુલ્હન હંસિકાએ તેના હાથમાં ચૂડો, માંગમાં સિંદૂર પણ લગાવ્યુ હતુ. તે ઘણી જ સુંદર દેખાઈ રહી હતી, બંને એકસાથે ખૂબ જ ખુશ પણ લાગી રહ્યા હતા. જણાવી દઈએ કે, હંસિકાએ લગ્ન બાદ તેની કેટલીક તસવીરો પણ શેર કરી હતી. જેના કેપ્શનમાં અભિનેત્રીએ લખ્યું, ‘Now and forever 4.12.2022.’

હંસિકાની આ તસવીરો પર મંદિરા બેદી, ઇશા ગુપ્તા, શ્રિયા રેડ્ડી અને કરણ ટેકર સહિતની અનેક હસ્તીઓએ તેને અભિનંદન પાઠવ્યા હતા. હંસિકા અને સોહેલ કથુરિયાએ જયપુરના મુંડોતા ફોર્ટ અને પેલેસમાં લગ્ન કર્યા હતા. ચાહકોએ તેના ભવ્ય લગ્નની ઝલક દર્શાવતા વીડિયો શેર કર્યા છે. વરમાળા સમારોહ દરમિયાન આકાશ તો ઝગમગી ઉઠ્યું હતું. આ લગ્નમાં બંનેના પરિવારના લોકો અને નજીકના મિત્રો જ સામેલ થયા હતા.

સોહેલે હંસિકાને પેરિસના એફિલ ટાવર પાસે લગ્ન માટે પ્રપોઝ કર્યું હતું. હંસિકાએ ‘શાકા લાકા બૂમ બૂમ’ શોમાં ચાઇલ્ડ આર્ટિસ્ટ તરીકે ટેલિવિઝન કરિયરની શરૂઆત કરી હતી. તે હ્રતિક રોશન અને પ્રીતિ ઝિન્ટા સાથે ‘કોઈ મિલ ગયા’નો પણ ભાગ રહી હતી. તેણે પુરી જગન્નાધ તેલુગુ દિગ્દર્શિત સાહસ ‘દેસમુદુરુ’માં મુખ્ય ભૂમિકામાં પ્રવેશ કર્યો હતો.

 

View this post on Instagram

 

A post shared by Viral Bhayani (@viralbhayani)

Shah Jina