સાઉથની ક્યૂટ અને ફેમસ અભિનેત્રી 31 વર્ષની ઉંમરે પરણી ગઈ, અભિનેત્રીની આંખોમાંથી છલકાયા આંસૂ

શું તમને ટીવી સિરિયલ ‘શકાલાકા બૂમ બૂમ’ની કરુણા યાદ છે? એ જ નાની કરુણા, હંસિકા મોટવાની…નાના પડદાથી લઇને બોલિવુડ અને સાઉથની ફિલ્મો સુધી ધમાલ મચાવનારી ચર્ચિત અભિનેત્રી હંસિકા મોટવાની લગ્નના બંધનમાં બંધાઇ ગઇ છે. સોહેલ કથૂરિયા સાથે તેણે તેના જીવનની નવી પારી શરૂ કરી છે. લગ્નના તમામ ફંક્શનની તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યા છે. લગ્નમાં હંસિકા કોઇ રાજકુમારીથી કમ નહોતી લાગી રહી.

હંસિકા અને સોહેલના લગ્ન જયપુરના મુંડોતા ફોર્ટમાં થયા હતા. તેમના ભવ્ય લગ્નની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. આવી સ્થિતિમાં હવે અભિનેત્રીએ પોતે પોતાના લગ્નની કેટલીક તસવીરો શેર કરી છે, જેમાં અભિનેત્રીની માંગમાં સિંદૂરથી લઈને ફેરા સુધીની તસવીરો સામેલ છે. હંસિકા અને તેના લોન્ગ ટાઈમ બોયફ્રેન્ડ સોહેલના લગ્ન ખાનગી રાખવામાં આવ્યા હતા. આમાં ફક્ત તેના પરિવારના સભ્યો અને નજીકના મિત્રો જ સામેલ હતા.

હંસિકાએ લગ્ન પછી પહેલીવાર તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર તસવીરો શેર કરી છે, જેમાં તે સોહેલ સાથે ફેરા લેતી અને એક તસવીરમાં ભાવુક થતી જોઇ શકાય છે. સોશિયલ મીડિયા પર સામે આવેલા ફોટામાં જોઈ શકાય છે કે હંસિકા લાલ રંગના જોડામાં ખૂબ જ ક્યૂટ અને ખૂબસુરત લાગી રહી છે. તેમજ તેનો વર શેરવાનીમાં જોવા મળી રહ્યો છે. લગ્નની વિધિ કરતી વખતે કપલના ચહેરા પર એકતાની ચમક સ્પષ્ટપણે જોઈ શકાય છે.

હંસિકાએ જે તસવીરો શેર કરી છે, તેના પર સ્ટાર્સથી લઈને ફેન્સ ઘણી બધી શુભકામનાઓ આપી રહ્યા છે. ફોટો શેર કરવાની સાથે એક્ટ્રેસે લખ્યું, ‘હવે અને હંમેશા 4/12/2022’. હંસિકાએ જે તસવીરો શેર કરી છે, તેમાંની એક તસવીર પર ખૂબ ધ્યાન આપવામાં આવી રહ્યું છે, જેમાં સોહેલ તેની માંગમાં સિંદૂર ભરતો જોવા મળી રહ્યો છે.

આ ભાવુક પ્રસંગે હંસિકાની આંખો આંસુઓથી ભરાઈ ગઈ હતી. તમને જણાવી દઈએ કે, હંસિકા મોટવાનીએ 4 ડિસેમ્બર 2022ના રોજ તેના લોન્ગ ટાઇમ બોયફ્રેન્ડ અને બિઝનેસ પાર્ટનર સોહેલ કથુરિયા સાથે ફેરા ફર્યા હતા અને તે બંને જન્મો જન્મના બંધનમાં બંધાઇ ગયા. તેમના લગ્નના તમામ ફંક્શન જયપુરના મુંડોતા ફોર્ટમાં થયા હતા.

હંસિકા લગ્નના દિવસે ખૂબ જ સુંદર લાગી રહી હતી. માથાથી પગ સુધીના મેકઅપમાં હંસિકાની સુંદરતા જોવા લાયક હતી. હંસિકા મોટવાનીએ લાલ રંગનો લહેંગો પહેર્યો હતો. આ સાથે તેણે પરંપરાગત જ્વેલરી અને કલીરે પણ કેરી કર્યા હતા. મંડપમાં હંસિકાની અદભૂત એન્ટ્રી, વરમાળા, ફેરા..વગેરે એકદમ શાનદાર અંદાજમાં થયા હતા.

Shah Jina