શું તમારાથી હાંડવો સારો નથી બનતો? તો આજે જ જાણો સરળ અને ટેસ્ટી હાંડવો બનાવવની રીત, નોંધી લો રેસિપી…

0

મોટાભાગે મહિલાઓને એ સમસ્યા હોય છે કે ખુબ પ્રયત્ન કરવા છતાં પણ બજારમાં મળતા હાંડવા જેવો હાંડવો ઘરે બની નથી શકતો. એવામાં આજે અમે તમારા માટે હાંડવો બનાવવાની સરળ રેસિપી લઈને આવ્યા છીએ. આ રેસિપીનું અનુકરણ કરીને તમે એકદમ સરળ રીતે સ્વાદિષ્ટ હાંડવો ઘરે જ બનાવી શકશો.આવો તો જાણીને હાંડવો બનાવાની રેસિપી વિશે.

સામગ્રી:

  • કણકી કોરમુ 2 કપ
  • છાસ 1 કપ
  • છીણેલી દૂધી 150 ગ્રામ
  • મરચા લાસણ આદુ ની પેસ્ટ 1/2 ચમચી
  • હળદર 1/2 ચમચી
  • લાલ મરચું 1 ચમચી
  • ધાણા ઝીરું 1/2 ચમચી
  • મીઠુ 1 ચમચી
  • તેલ 1ચમચી
  • રાય 1/2 ચમચી
  • હિંગ ચપટી
  • સુકા મરચા 1 નંગ
  • સફેદ તલ 1 ચમચી
  • સોડા 1/2 ચમચી

રીત:
સૌપ્રથમ એક બૉઉલ માં લોટ એડ કરી લો પછી એમાં છાસ રેડીને પલાળી લો.

પછી એમાં દૂધી છીણી ને એડ કરી મિક્સ કરી લો પછી હળદર મરચું આદુ લસણ ની પેસ્ટ લીલા મરચા એડ કરી મિક્સ કરી લો.

પછી એને 1 કલાક રેસ્ટ આપો પછી એક પેન માં તેલ મૂકી રાય હિંગ તલ સુકા મરચા એડ કરી એ વઘાર ને ખીરા માં એડ કરી લો.

પછી મિક્સ કરી લો અને એમાં સોડા એડ કરી મિક્સ કરી લો.

પછી એજ પેન માં ફરી તેલ મૂકી સફેદ તલ એડ કરો અને એના ઉપર ખીરું પાથરી લો પછી એને ઢાંકી દો.

થોડી વાર પછી થઈ જાય એટલે ફેરવી લો પછી થાય જાય એટલે ગરમ ગરમ સર્વ કરો.

આ તમે સવારે નાસ્તા માં પણ ખાઈ શકો છો ચા ની જોડે મસ્ત લાગશે જરૂર થી બનાવજો પસંદ આવે તો.

હાંડવો બનાવવાની પરફેક્ટ રીત માટે વિગતવાર જુઓ વિડીયો…

આવી જ રેસિપી માટે અમારી યૂટ્યૂબ ચેનલ જરૂર સબસ્ક્રાઇબ કરજો
Gujarati Kitchen

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો. અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર.જો તમને આ લેખ ગમ્યો હોય તો વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો, શેર કરો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય પેજ GujjuRocks લાઈક કરો અને દોસ્તો ગુજ્જુરોક્સના દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા ઇચ્છતા હો તો અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks

લેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.
Disclaimer: The views and opinions expressed in article/website are those of the authors and do not necessarily reflect the official policy or position of GujjuRocks. Any content provided by our bloggers or authors are of their opinion, and are not intended to malign any religion, ethic group, club, organization, company, individual or anyone or anything.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here