ડંકીમાં પાણીની સાથે નીકળી રહ્યા હતા આગના ભડકે ભડકા… જોવા માટે ઉમટ્યા લોકોના ટોળા, કારણ જાણીને હેરાન રહી જશો, જુઓ વીડિયો

ઘણીવાર આપણી આસપાસ એવી અજીબો ગરીબ ઘટનાઓ બનતી હોય છે જેને જોઈને આપણે પણ હેરાન રહી જઈએ, ઇન્ટરનેટ ઉપર આવી ઘણી બધી ઘટનાઓના વીડિયો પણ સામે આવતા હોય છે, ત્યારે હાલ એવો જ એક વીડિયો સામે આવ્યો છે જેમાં એક ચોંકાવનારી ઘટના જોવા મળી હતી, એક હેન્ડપંપ આગ અને પાણી બહાર કાઢી રહ્યો હતો, જેનો વીડિયો સામે આવતા લોકો પણ હેરાન રહી ગયા હતા.

મધ્યપ્રદેશમાંથી આ અનોખો અને વિચિત્ર કિસ્સો સામે આવ્યો છે, જેને જોઈને લોકો આશ્ચર્યચકિત થઈ ગયા છે. તાજેતરમાં જ છતરપુર જિલ્લાના બક્સવાહા તાલુકાથી 10 કિલોમીટર દૂર આવેલા કછર ગામમાંથી એક આશ્ચર્યજનક વીડિયો સામે આવ્યો છે, જેના પર વિશ્વાસ કરવો મુશ્કેલ છે. વાયરલ થઈ રહેલો આ વીડિયો એક હેન્ડપંપનો છે, જે એકસાથે આગ અને પાણી બહાર કાઢી રહ્યો છે. પ્રશાસનના અધિકારીઓ પણ માહિતી મળતા જ ઘટનાસ્થળે ગયા અને તપાસ કરી.

મધ્યપ્રદેશના છતરપુર જિલ્લાના એક ગામમાં લગાવવામાં આવેલા હેન્ડપંપમાંથી આગ નીકળી રહી હતી અને આનો વીડિયો આ દિવસોમાં સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે સ્થાનિક લોકો દ્વારા રેકોર્ડ કરવામાં આવેલા વીડિયોમાં હેન્ડપંપમાંથી પાણી અને આગ બંને એક સાથે બહાર આવી રહ્યા હતા. આ દરમિયાન લોકોને આ અંગે માહિતી મળી હતી. સ્થળ પર ભીડ આ જોવા માટે એકઠી થઇ ગઇ હતી, જે બાદ લોકોએ તરત જ પોતાના મોબાઈલ કાઢી લીધા  અને આ દ્રશ્ય રેકોર્ડ કરવાનું શરૂ કર્યું હતું, જેનો વીડિયો હવે સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.

આ વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટર પર શેર કરવામાં આવ્યો છે. વીડિયો શેર કરતી વખતે કેપ્શનમાં લખ્યું છે કે, ‘બક્સવાહાના કચર ગામમાં એક હેન્ડપંપમાંથી આગ અને પાણી નીકળી રહ્યા છે. આ અંગે ગ્રામજનોએ સંબંધિત અધિકારીઓને જાણ કરી છે. લોકો આ વીડિયોને ખૂબ જોઈ રહ્યા છે અને શેર કરી રહ્યા છે. વીડિયો જોયા બાદ કેટલાક લોકો આશ્ચર્યમાં પડી ગયા છે તો કેટલાક તેના પર અલગ-અલગ પ્રકારની પ્રતિક્રિયા આપી રહ્યા છે.

ગામમાં બે હેન્ડપંપ છે, જેના દ્વારા ગ્રામજનોનું કામ થતું હતું. બંનેને નુકસાન થતાં ગ્રામજનોએ હેન્ડપંપ ખોલીને તેને ઠીક કરવાનો પ્રયાસ કરતાં જ એક હેન્ડપંપે પાણી સાથે આગ બહાર કાઢવાનું શરૂ કર્યું હતું. ગ્રામજનો ગભરાઈને હેન્ડપંપને એ જ હાલતમાં છોડીને ચાલ્યા ગયા હતા. જ્યારે તહસીલદારને આ અંગે જાણ થઈ તો તેમણે કહ્યું કે તેઓ આ અંગે તપાસ કરાવશે.

Niraj Patel