જીવનમાં આવતી તકલીફો વિશે આપણે હંમેશા અજાણ હોઈએ છીએ, ઘણીવાર મહેનત કરવા છતાં પણ આપણને યોગ્ય પરિણામ નથી મળતા ત્યારે આપણે હંમેશા કિસ્મતને દોશી માનતા હોઈએ છીએ, જ્યોતિષ શાસ્ત્ર મુજબ પણ કેટલીક માહિતી આપવામાં આવી છે જેને અનુરૂપ આપણે કાય કરીએ તો પણ આપણું ભાગ્ય બદલાઈ શકે છે, પરંતુ આજના આધુનિક જીવન અને ભાગદોડ વાળી લાઈફમાં કોઈને જ્યોતિષ શહસ્ત્ર અનુરૂપ જીવવાનો સમય નથી અને જેના કારણે જ જીવનમાં મુશ્કેલીઓ વધતી હોય છે.

સામાન્ય રીતે આપણે વાળ કાપવા, દાઢી કરવી અને નખ કાપવા જેવા કામ નવરાશના સમયે કરતા હોઈએ છીએ, પરંતુ જ્યોતિષ શાસ્ત્રમાં પણ આ કામ કરવા માટેના યોગ્ય દિવસો ફાળવવામાં આવ્યા છે, જો એ દિવસોમાં તમે આ બધા કામ કરો છો તો તમારા જીવનની ઘણીં મુશ્કેલીઓ દૂર થઇ શકે છે સાથે સાથે ધનની સમસ્યા પણ નથી સતાવતી.

પૈસાની ખોટ માણસને આર્થિક મુશ્કેલી સાથે સાથે માનસિક તણાવમાં પણ મૂકી દે છે, પરંતુ જ્યોતિષનું માનવામાં આવે તો જીવનની કેટલીક નાની નાની ભૂલો પણ તમને આવા આર્થિક સંકટોમાં મૂકી શકે છે. પરંતુ આનાથી છુટકારો મેળવવા માટે કેટલાક ઉપાયો પણ સુઝાવવામાં આવ્યા છે, જ્યોતિષશાસ્ત્ર અનુસાર દરેક ગ્રહ અને નક્ષત્રનો પ્રભાવ આપણી ઉપર પડતો હોય છે જેમાં કેટલાક પ્રભાવ સારા હોય છે અને કેટલાક ખરાબ પણ.

વાળ તો દરેક વ્યક્તિ કંપાવતી હોય છે એ મહિલા હોય કે પછી પુરુષ અને આજના આધુનિક જમાનામાં વાર કાપવા માટેના કોઈ યિગ્ય દિવસ હોય એવું કોઈ માનતું નથી, પરંતુ આવી નાની એવી ભૂલ આપણને મોટી મુશ્કેલીમાં પણ મૂકી શકે છે. આપણે અજાણતા જ કેટલીક એવી ભૂલો કરીએ છીએ જેના કારણે મત લક્ષ્મી નારાજ થાય છે જનો દુષ્પ્રભાવ આપણા જીવનમાં પડતો હોય છે. ચાલો વાળ કપાવવા માટેના યોગ્ય દિવસ ક્યાં છે.

વાળ કપાવવા અને નખ કાપવા માટેના સૌથી શ્રેષ્ઠ દિવસ બુધવાર અને શુક્રવાર માનવામાં આવે છે. આ બંને દિવસે જો તમે તમારા વાળ કપાવો છો તો તમારા જીવનમાં ક્યારેય આર્થિક મુશ્કેલીઓ નથી આવતી. જ્યોતિષ શાસ્ત્ર પ્રમાણે બુધવાર અને શુક્રવારના દિવસે વાળ અને નખ કાપવા શુભ માનવામાં આવે છે આ દીવે તમે આ કામ કરો છો તો જીવનમાં ક્યારેય આર્થિક સમસ્યા નથી સતાવતી. આ બને દિવસે વાળ કપાવવા, અઢી કરવી કે નખ કાપવા જેવા કામ પુરુષો અને મહિલા કરે છે તો તેમના જીવનમાં પ્રગતિ પણ સારી થાય છે અને જીવનમાં મુશ્કેલીઓ પણ નથી આવતી.

જ્યોતિષ સહસ્ત્ર અનુસાર રવિવાર, સોમવાર, મંગળવાર, ગુરુવાર અને શનિવારના દિવસે ભૂલથી પણ દાઢી વાળ અને નખ કાપવા જેવા કામો ના કરવા જોઈએ. આ દિવસે આવા કામ કરવાથી મુશેક્લીઓનો સામનો કરવો પડી શકે છે અને ધનની પણ ખોટ ભોગવવી પડે છે.
Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.