આ વ્યક્તિએ તેની પ્રેમિકાને લગ્ન માટે કર્યું એવા ખાસ અંદાજમાં પ્રપોઝ કે વીડિયો જોઈને લોકોની આંખો પણ ચાર રહી ગઈ, જુઓ

પ્રેમની નગરી પેરસીમાં, એફિલ ટાવરની સામે જ વરસતા વરસાદમાં શાહરુખ ખાનના ગીત ઉપર આ વ્યક્તિએ પ્રેમિકાને લગ્ન માટે કર્યું પ્રપોઝ, પછી પ્રેમિકાએ કર્યું એવું કે… જુઓ વીડિયો

દરેક છોકરી ઇચ્છતી હોય છે કે તેનો પ્રેમી તેને ખાસ અંદાજમાં પ્રપોઝ કરે, ઘણી છોકરીઓની ઈચ્છા હોય છે કે કોઈ છોકરો તેમને ઘૂંટણીએ બેસીને લગ્ન માટે કે પ્રેમ સ્વીકારવા માટે પ્રપોઝ કરે અને કેટલાંયનું આ સપનું પણ પૂર્ણ થતું હોય છે. ઇન્ટરનેટ ઉપર આવા પ્રપોઝના ઘણા બધા વીડિયો પણ સામે આવતા હોય છે, પરંતુ હાલ એક યુવકનો વીડિયો લાખો લોકોના દિલ જીતી રહ્યો છે જેમાં તે તેની પ્રેમિકાને ખાસ અંદાજમાં લગ્ન માટે પ્રપોઝ કરતો જોવા મળે છે.

44 સેકન્ડના આ વીડિયોમાં આપણે જોઈ શકીએ છીએ કે પેરિસમાં એક યુવક પોતાના પાર્ટનરને લગ્ન માટે પ્રપોઝ કરી રહ્યો છે. શાહરૂખ ખાનની ફિલ્મ ‘કુછ કુછ હોતા હૈ’નું ‘કોઈ મિલ ગયા’ બેકગ્રાઉન્ડમાં ચાલી રહ્યું છે. વરસાદ પડી રહ્યો છે. માણસની પાછળ ‘એફિલ ટાવર’ છે. તે રેડ કાર્પેટ પર ઉભો છે, જેમાં સુંદર રીતે “મેરી મી” લખેલું છે.

વાતાવરણને રોમેન્ટિક બનાવવા માટે મીણબત્તીઓ અને ગુલાબની પાંખડીઓનો પણ ઉપયોગ કરવામાં આવ્યો છે. અને હા, આ બધાની વચ્ચે શાહરૂખના ડાન્સ સ્ટેપ્સ કરતા બંદા તેની ગર્લફ્રેન્ડને લગ્ન માટે પ્રપોઝ કરતો જોવા મળે છે. આ વીડિયો ક્યારે અને ક્યાં શૂટ કરવામાં આવ્યો હતો તેની હજુ સુધી પુષ્ટિ થઈ નથી. પરંતુ લોકોને આ વીડિયો ખુબ જ પસંદ આવી રહ્યો છે.

આ ક્લિપ 15 ઓક્ટોબરે ટ્વિટર યુઝર @cugwmui દ્વારા શેર કરવામાં આવી હતી. તેણે કેપ્શનમાં લખ્યું “મને ખબર નથી કે આ સજ્જન કોણ છે. મને ખાતરી છે કે તેનું મન સ્પષ્ટ છે. પરંતુ નહિ. બસ નહિ. ” આ વીડિયોને અત્યાર સુધી 7 લાખ 23 હજારથી વધુ વ્યૂઝ, 9 હજારથી વધુ લાઈક્સ અને 1 હજારથી વધુ રિટ્વીટ મળ્યા છે. સાથે જ ઘણા યુઝર્સે આ અંગે ફીડબેક પણ આપ્યા છે.

Niraj Patel