ખૂબસુરત અભિનેત્રી ગુલ પનાગ માલદીવમાં પતિ અને દીકરા સાથે એન્જોય કરી રહી છે વેકેશન, તસવીરો થઇ વાયરલ

વાહ..પૈસા હોય તો શું ન થાય…!!! પતિ અને દીકરા સાથે માલદીવમાં બોલ્ડ અવતાર દેખાડ્યો અભિનેત્રી ગુલે

બોલિવુડની ફેમસ અભિનેત્રી ગુલ પનાગ આ દિવસોમાં પોતાના દેશથી દૂર પરિવાર સાથે માલદીવમાં છે અને પરિવાર સાથે ક્વોલિટી સમય વીતાવી રહી છે. હાલમાં જ અભિનેત્રીએ ઇન્સ્ટાગ્રામ પર કેટલીક શાનદાર તસવીરો શેર કરી છે. સોશિયલ મીડિયા પર તેની લેટેસ્ટ તસવીરો ખૂબ વાયરલ થઇ રહી છે.

અભિનેત્રી તેના પતિ ઋષિ અને દીકરા નિહાલ સાથે માલદીવમાં વેકેશન એન્જોય કરી રહી છે. તેણે માલદીવની તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરી છે. આ દરમિયાન ગુલ પનાગ પાણીમાં મસ્તી કરતી જોવા મળી રહી છે. અભિનેત્રીએ માલદીવથી ઘણી તસવીરો અને કેટલાક વીડિયો સોશિયલ મીડિયા એકાઉન્ટ ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કર્યા છે.

આ તસવીરો પર કેટલાક સેલેબ્સે પણ પ્રતિક્રિયા આપી છે. તે તેના દીકરા નિહાલ સાથે પુલમાં મસ્તી કરતી પણ જોવા મળી રહી છે. આ તસવીરોમાં તે અલગ અલગ આઉટફિટમાં જોવા મળી રહી છે, જેમાં તે ઘણી હોટ લાગી રહી છે. આ તસવીરો શેર કરતા ગુલ પનાગે કેપ્શન પણ આપ્યુ છે.

તેણે લખ્યુ કે, કેવી રીતે એક નાના બાળકને વેકેશન સમયે વ્યસ્ત રાખવું કઠિન હોય છે. ગુલ પનાગે ઘણી અલગ અલગ તસવીરો શેર કરી છે, જેમાં કેટલીક તસવીરોમાં તેણે બિકી પહેરી છે અને કેટલીક તસવીરોમાં વ્હાઇટ શર્ટ સાથે સાઇકલ પર પોઝ આપ્યા છે.

ગુલ પનાગે તેના કરિયરની શરૂઆત એક મોડલ તરીકે કરી હતી. વર્ષ 1999માં મિસ ઇન્ડિયા અને મિસ બ્યુટીફુલનો ખિતાબ પણ તેણે પોતાને નામ કર્યો હતો. ગુલ પનાગ તેની ખૂબસુરત સ્માઇલ સાથે મિસ બ્યુટીફુલનો ખિતાબ પણ જીતી ચૂકી છે.

ગુલ પનાગની પહેલા ફિલ્મ “ધૂમ” હતી, જે વર્ષ 2003માં આવી હતી. વેબ સીરીઝ “ફેમિલી મેન”માં નજર આવનાર ગુલ પનાગ તેની ફિટનેસને લઇને સોશિયલ મીડિયા પર છવાયેલી રહેતી હોય છે. તેને ડિંપલ ગર્લ પણ કહેવામાં આવે છે. ગુલ પનાગ બોલિવુડથી લઇને રાજનીતિ સુધીનું સફર કરી ચૂકી છે. તેણે વર્ષ 2011માં તેના બાળપણના મિત્ર પાયલટ ઋષિ અટારી સાથે લગ્ન કર્યા હતા.

Shah Jina