રામ મંદિરના નિર્માણ માટે આ 2 ગુજરાતીઓ ખોલી નાખી હતી પોતાની તિજોરીઓ, આપ્યું અધધધધ કરોડનું દાન, જુઓ કોણ છે તે
Gujaratis donated crores to Ram temple : 22 જાન્યુઆરીના રોજ અયોધ્યામાં ભવ્ય રામ મંદિરનું નિર્માણ થઇ રહ્યું છે અને તેને લઈને આખા દેશમાં ઉત્સાહનો માહોલ ચાલી રહ્યો છે. 22 જાન્યુઆરીના રોજ આખા દેશમાં દિવાળી જેવો માહોલ સર્જાવવાનો છે ત્યારે રામલલાની પ્રાણ પ્રતિષ્ઠાને લઈને તૈયારીઓ પણ જોરશોરમાં ચાલી રહી છે. રામ મંદિરના નિર્માણ માટે દેશભરમાંથી ઘણા બધા રામભક્ત દ્વારા કરોડો રૂપિયાનું દાન આપવામાં આવ્યું છે, જેમાં ઘણા ગુજરાતીઓ પણ સામેલ છે.
રામ મંદિરના નિર્માણમાં દાન :
જયારે રામ મંદિરનો પાયો નાખવામાં આવ્યો ત્યારે કોઈને જરા પણ આશા નહોતી કે આટલી મોટી સંખ્યામાં લોકો દાન પણ કરશે અને આજે રામ મંદિરનું જેટલું પણ નિર્માણ થયું છે તે દાનમાં આવેલી રકમના વ્યાજમાંથી જ થઇ ગયું છે. ત્યારે આ દાનમાં ગુજરાતીઓ પણ પાછા નથી પડ્યા. તેમને પણ રામ મંદિરના નિર્માણમાં પોતાની યથાશક્તિ પ્રમાણે દાન આપ્યું છે. રામ મંદિરના નિર્માણમાં ગુજરાતી કથાકાર મોરારી બાપુ અને ઉદ્યોગપતિ ગોવિંદભાઇ ધોળકિયાએ સૌથી વધુ દાન આપ્યું હતું.
મોરારી બાપુએ આપ્યું 11.3 કરોડનું દાન :
પોતાને ફકીર કહેતા અને દુનિયાભરમાં રામ કથા માટે જાણીતા એવા મોરારી બાપુએ રામ મંદિરના નિર્માણ માટે 11.3 કરોડ રૂપિયાનું માતબર દાન આપ્યું છે. મોરારી બાપુ ભલે પોતાને ફકીર કહેતા હોય, પરંતુ તે દિલથી ઘણા જ અમીર છે આ વાત તેમને રામ મંદિરના નિર્માણ માટે જયારે દાન લેવામાં આવતું હતું ત્યારે જ સાબિત કરી આપી અને રામ મંદિરના નિર્માણ માટે તેમને પોતાની તિજોરી ખોલી નાખી અને 11.3 કરોડ રૂપિયાનું દાન આપ્યું હતું.
ગોવિંદભાઇ ધોળકિયાએ 11 કરોડનું કર્યું દાન :
આ ઉપરાંત સુરતના ડાયમંડ કિંગ તરીકે ઓળખાતા ગોવિંદભાઇ ધોળકિયાએ પણ રામ મંદિરના નિર્માણ માટે 11 કરોડ રૂપિયાનું દાન આપ્યું હતું. ગોવિંદભાઈ ધોળકિયા ડાયમંડ કંપની શ્રીરામકૃષ્ણ એક્સપોર્ટ્સના માલિક છે. ત્યારે તેમને પણ રામ મંદિરના નિર્માણમાં માતબર દાન આપ્યું હતું. આ રીતે રામ મંદિરના નિર્માણમાં પણ ગુજરાતીઓનો બહુમૂલ્ય ફાળો છે. ઘણા બધા રાજકારણી અને બિઝનેસમેનોએ પણ રામ મંદિરમાં કરોડોનું દાન કર્યું છે.