આ તે કેવું મોત… !!! અમેરિકાથી અમરનાથની યાત્રા માટે આવ્યું સુરતનું આ કપલ, ભૂસ્ખલનમાં માથા પર પથ્થર પડતા જ મળ્યું મોત, રૂંવાડા ઉભા કરી દેનારો મામલો

ભૂસ્ખલનના કારણે માથા પર પથ્થર વાગતા એક ગુજરાતી ઊર્મિલાબેન મોદી મહિલાનું અમરનાથ પહોંચે તે પહેલા જ મૃત્યુ નિપજ્યું, જાણો સમગ્ર મામલો

Gujarati woman dies in Amarnath Yatra : હાલ ચોમાસાનો સમય છે અને દેશભરમાં ભારે વરસાદ વરસી રહ્યો છે, જેના કારણે ઘણી બધી જગ્યાએ પૂર જેવી સ્થિતિ પણ સર્જાઈ છે, આ દરમિયાન સૌથી વધારે ખરાબ હાલત ઉત્તરાખંડની છે, ત્યાંના ભયાનક દૃશ્યો સોશિયલ મીડિયામાં પણ વાયરલ થઇ રહ્યા છે અને લોકો પણ પ્રાર્થના કરી રહ્યા છે. ઘણા લોકો ભૂસ્ખલન અને પૂરની દુર્ઘટનાઓમાં મોતને પણ ભેટ્યા છે, ત્યારે હાલ એક મામલો જમ્મૂ કાશ્મીરમાંથી સામે આવ્યો છે, જેમાં એક સુરતની મહિલાનું અમરનાથ યાત્રા દરમિયાન મોત થયું છે.

દર્શન કરીને પરત ફરતા પડ્યો મોટો પથ્થર માથા પર :

આ બાબતે પ્રાપ્ત માહિતી અનુસાર અમેરિકાથી આવેલું અને સુરતના કામરેજમાં આવેલા લક્ષ્મી નારાયણ મંદિર ફળિયામાં રહેતું એક NRI દંપતી એક ટ્રાવેલ્સ ગ્રુપ દ્વારા 35 લોકો સાથે અમરનાથ યાત્રા પર ગયું હતું. આ ગ્રુપ દ્વારા અમરનાથના દર્શન પણ કરવામાં આવ્યા અને જયારે તેઓ અમરનાથ દર્શન કરીને ઘોડા પર પરત ફરી રહ્યા હતા તે દરમિયાન જ ભુસ્ખલન થવાના કારણે એક મોટો પથ્થર ઉર્મિલાબેન પર પડતા જ તેમને ગંભીર ઈજાઓ થઇ હતી અને તેમનું મોત થયું હતું.

દોઢ મહિના પહેલા જ સુરત આવ્યો હતો પરિવાર :

ઘટનાને લઈને ત્યાં હાજર આર્મીના જવાન દ્વારા ઉર્મિલાબેનને આર્મી મેડિકલ કેમ્પમાં લઇ જવામાં આવ્યા હતા. પથ્થર પડતા જ અન્ય બે યાત્રીઓ પણ ઘાયલ થયા હતા. ત્યારે હાલ ઉર્મિલાબેનના પાર્થિવ દેહને કામરેજ તેમના નિવાસ્થાને લાવવાની તજવીજ હાથ ધરવામાં આવી રહી છે. ઉર્મિલાબેનના પરિવારજનોએ જણાવ્યું કે તેઓ છેલ્લા 10 વર્ષથી તેમના પરિવાર સાથે અમેરિકાના ટેનિસમાં રહેતા હતા અને દોઢ મહિના પહેલા જ તેઓ ભારત આવ્યા હતા.

2 અન્ય લોકો પણ ઘાયલ :

તેમના પરિવારમાં ચાર દીકરીઓ અને એક દીકરો છે, જેઓ પણ અમેરિકામાં જ રહે છે. ગત 5 જુલાઈના રોજ તેઓ અમરનાથની યાત્રાએ જવા માટે નીકળ્યા હતા. ઉર્મિલાબેની ઉંમર 53 વર્ષ હતી, અનંતનાગમાં પહાડ પરથી મોટો પથ્થર પડતા જ તેમને માથાના ભાગાએ ઈજાઓ પહોંચી હતી. આ દુર્ઘટનામાં મોહમ્મદ સાલેમ અને મોહમ્મદ યાસીન નામના બે જવાનો પણ ઘાયલ થયા હતા. તેમને હેલીકૉપટર દ્વારા સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

Niraj Patel