હવામાન વિભાગની મોટી આગાહી ! આ તારીખે ફરી થશે માવઠું- જાણો તમારુ શહેર તો લિસ્ટમાં સામેલ નથી ને…
ગુજરાતમાં ગત રોજ વાતાવરણમાં પલટો જોવા મળ્યો અને સમગ્ર રાજ્યમાં ઠેર ઠેર જબરદસ્ત પવન ફૂંકાવા સાથે સાથે કેટલાય વિસ્તારોમાં વરસાદ પણ વરસ્યો. જો કે, આ ઉપરાંત કેટલાક સ્થળે કરા પણ પડ્યા હોવાનું સામે આવ્યું. ત્યારે શિયાળાને વિદાય લીધા બાદ ઉનાળાની શરૂઆત થઇ ગઈ છે પરંતુ આ દરમિયાન કમોસમી વરસાદ થતા ખેડૂતો પણ મૂંઝવણમાં મૂકાયા છે અને પાકને પણ માવઠાને કારણે નુકશાન થયુ છે.
છેલ્લાં બે-ત્રણ દિવસથી રાજ્યમાં બેવડી ઋતુનો અનુભવ થઇ રહ્યો છે. હવામાન વિભાગની આગાહી અનુસાર, રાજ્યમાં આગામી દિવસમાં ગરમીનો પારો વધશે અને 4 દિવસ સૂકું વાતાવરણ રહેશે. હાલ તો વરસાદની આગાહી નથી પણ તાપમાનમાં 2થી 4 ડિગ્રીનો વધારો થશે. ફરી એક વેસ્ટન ડિસ્ટર્બન સક્રિય થશે અને આની અસર ગુજરાતના વાતાવરણ પર થશે અને આને લઇને ગુજરાતમાં ફરી માવઠું થશે.
હવામાન વિભાગના ડાયરેકટર અનુસાર, ગુજરાતમાં ઉત્તર પૂર્વના પવન ફૂંકાઇ રહ્યા છે અને તેના કારણે મહત્તમ તાપમાનમાં નોંધપાત્ર વધારો થશે, તેમજ કચ્છમાં હિટવેવ રહેવાની શક્યતા છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે 13મી માર્ચે વરસાદ રહી શકે છે. દક્ષિણ ગુજરાત ઉપરાંત બનાસકાંઠા અને સાબરકાંઠામાં પણ વરસાદ વરસી શકે છે. 13 માર્ચ સિવાય 14 માર્ચના રોજની પણ માવઠાની આગાહી કરવામાં આવી છે.
આમ તો માર્ચમાં વરસાદ નથી થતો પણ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે માવઠું થઇ રહ્યુ છે. વરસાદના કારણે તાપમાન પણ ઘટતું હોવાને કારણે રાત્રે ઠંડી અને બપોરે ગરમી રહેશે. એવું પણ કહેવાઇ રહ્યુ છે કે, માર્ચ એન્ડ સુધી રાજ્યમાં ડબલ સિઝન રહી શકે છે, જેને કારણે મચ્છરોનો ઉપદ્રવ પણ વધી શકે છે.