આપણા રાજ્યમાં અચાનક જ સ્વાઇન ફ્લૂના સતત કેસ વધી રહ્યાં છે તેવામાં આને લીધે રાજકોટ જિલ્લામાં 2 દર્દીના મોત થયા છે. જસદણના યુવાનનું સ્વાઈન ફ્લુથી મોત થયું છે. તો કોટડા સાંગાણીમાં પણ એક યુવતીનું સ્વાઈન ફ્લુના કારણે મૃત્યુ થયું છે. રાજકોટ જિલ્લામાં એક મહિનામાં સ્વાઈન ફ્લુના 16 દર્દી નોંધાતા આરોગ્ય વિભાગની ચિંતા વધી છે.
તમને જણાવી દઈએ કે નાના બાળકોમાં પણ શરદી-તાવના કેસ વધારો થયો છે. ખાંસી લાંબો સમય સુધી મટતી ન હોવાની ફરિયાદ વધુ જોવા મળી રહી છે. ડેન્ગ્યુ, સ્વાઈફ્લુ, ઝાડા ઉલટી, તાવ-ઉધરસ સહિતના કેસમાં રાજ્યમાં નોંધપાત્ર વધારો થયો છે.
જેતપુરમાં પાંચ, ધોરાજી,લોધિકા,પડધરીમાં એક એક સ્વાઇન ફ્લૂનો કેસ નોંધાયો છે. ઉપલેટા, જસદણ, રાજકોટ તાલુકામાં બે બે કેસ નોંધાયા છે. માર્ચ મહિનાની કાળઝાળ ગરમીની શરૂઆત થતાં જ રોગચાળો પણ વકર્યો છે. માર્ચ મહિનાના 25 દિવસમાં જ સ્વાઈનફ્લૂના 380 કેસ નોંધાયા છે.
સ્વાઈનફ્લૂના કેસ મામલે ગુજરાત દેશમાં ચોથા નંબરે છે. ગુજરાતમાં સ્વાઈનફ્લુએ હાલ કાળો કેર વર્તાવ્યો છે. તમને જણાવી દઈએ કે આ રોગ H1N1 વાયરસથી થાય છે. આ એક શ્વસન ચેપી રોગ છે. દર વર્ષે ઘણા લોકો સ્વાઈન ફ્લૂનો ભોગ બને છે. આ એક પ્રકારનો સંક્રમક રોગ છે. આ રોગ ઇન્ફ્લુએન્ઝા એ વાયરસને કારણે થાય છે. સ્વાઇન ફ્લૂ શ્વાસથી ફેલાતી બિમારી છે. તે H1N1 નામના વાયરસથી ફેલાય છે.
જે અન્ય સામાન્ય વાયરસ જેવો જ છે, પણ થોડોક સ્ટ્રોંગ છે. મોં વાટે તે શ્વાશનળીમાં જઇ ફેફસામાં પહોંચે છે. રાજકોટમાં કોટડાસાંગાણીની યુવતીનું સ્વાઈન ફ્લૂથી મોત થયુ હોવાનું સામે આવ્યુ છે. રાજકોટ જિલ્લામાં એક માસમાં સ્વાઈન ફ્લૂના 16 દર્દી નોંધાયા છે. જેમાં જેતપુરમાં 5 કેસ નોંધાયા છે.