ગુજરાતીઓએ હજુ પણ જોવી પડશે વરસાદ માટે રાહ, આટલા દિવસ સુધી નહિ પડે વરસાદ, પછી આવશે ધોધમાર વરસાદ, જાણો હવામાન વિભાગે શું કહ્યું ?

છેલ્લા થોડા દિવસથી ગુજરાતની અંદરથી વરસાદે જાણે વિદાય લઇ લીધી હોય તેમ લાગી રહ્યું છે. ત્યારે હવે ગુજરાતીઓ માટે રાહતના સમાચાર આવી ગયા છે. ગુજરાતમાં વરસાદને લઈએં હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. જેમાં જણાવવામાં આવ્યું છે કે આગામી થોડા દિવસની અંદર જ ગુજરાતમાં ધોધમાર વરસાદ વરસી શકે છે.

હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે કે, રાજ્યભરમાં ચોમાસું હજુ એક અઠવાડિયા સુધી સક્રિય નહીં થાય, પરંતુ હા.. 19મી બાદ વરસાદની શક્યતા દર્શાવવામાં આવી છે. આગામી 18 ઓગસ્ટ સુધીમાં નવું લો પ્રેશર સર્જાવાની પણ સંભાવના છે. જેના કારણે ગુજરાતીઓએ હજુ પણ થોડા દિવસ સુધી વરસાદનીરાહ જોવી પડી શકે છે.

હવામાન વિભાગના અનુમાન મુજબ ચોમાસાની પૂર્વીય રેખા તેના નિયમિત માર્ગ ઉપર છે જયારે ઉત્તરીય રેખા દક્ષિણ તરફથી ફંટાયેલી છે. જે આગામી તા. 15મીના રોજ તેના નિર્ધારિત દક્ષિણના રૂટ ઉપર આવશે. આ સ્થિતિને કારણે તા. 18મી સુધીમાં વરસાદ માટે સાનુકૂળ ગણી શકાય એવી સાઈકલોનિક સિસ્ટમ અને લો પ્રેશર સિસ્ટમ સર્જાવાની છે.

Niraj Patel