ખબર

બ્રેકીંગ : ગુજરાતમાં લોકડાઉનને લઈને આવી ગયા મોટા સમાચાર, જાણો હાઇકોર્ટે શું કહ્યું ?

સમગ્ર દુનિયા સહીત ભારત અને ગુજરાતમાં પણ કોરોનાનો રાફડો ફાટી નીકળ્યો છે. રોજ રોજ હજારોની સંખ્યામાં કોરોનાના નવા મામલાઓ ગુજરાતમાંથી સામે આવી રહ્યા છે, ત્યારે મૃત્યુના આંકડાઓ પણ ચોંકાવનારા છે. ત્યારે ફરી એકવાર ચર્ચાઓએ જોર પકડ્યું છે કે શું ગુજરાતમાં ફરી લોકડાઉન લાગી શકે છે ?

ગુજરાતના મોટા શહેરો અમદાવાદ, સુરત, રાજકોટ અને વડોદરામાં રાત્રી કર્ફ્યુ રાત્રે 10થી સવારના 6 વાગ્યા સુધી લાગુ કરવામાં આવ્યો છે, તે છતાં પણ કોરોના હજુ કાબુમાં નથી આવી રહ્યો ત્યારે હાઇકોર્ટ દ્વારા ગુજરાતમાં લોકડાઉનની જરૂર છે એવું સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું.

આ બાબતે હાઇકોર્ટના ચીફ જસ્ટિસ વિક્રમનાથ અને જસ્ટિસ ભાર્ગવ કારીઆની ખંડપીઠે કોરોનાની સ્થિતીની ગંભીરતા સમજીને વિજય રૂપાણી સરકારનેજણાવ્યું છે કે,  “કોરોનાના વિસ્ફોટને અટકાવવા માટે કોરોના સંક્રમણની ચેઇન ને તોડવી જરૂરી હોવાથી રાજ્યભરમાં ત્રણથી ચાર દિવસનો કરફ્યુ લાદવો જોઈએ એવી હાઇકોર્ટે ટકોર કરી છે. ”

આ પહેલા સીએમ વિજય રૂપાણી દ્વારા ગુજરાતમાં લોકડાઉન નહિ લગાવવામાં આવે તેમ જણાવવામાં આવ્યું હતું, પરંતુ હાલની પરિસ્થિતિ અને હાઇકોર્ટના આદેશ બાદ ગુજરાત સરકાર પણ હરકતમાં આવી છે અને કોઈ નિર્ણય લઇ શકે છે. હાઇકોર્ટ દ્વારા વિકેન્ડ કર્ફ્યુનો લઈને પણ ટકોર કરવામાં આવી હતી.