Gujarat High Court : હાલમાં જ એક એવો મામલો સામે આવ્યો, જેમાં ગુજરાત હાઇકોર્ટનો ઐતિહાસિક ચુકાદો સાંભળી લગભગ દરેક હેરાન રહી ગયા. પાંચ વર્ષમાં બીજી વાર ગુજરાત હાઈકોર્ટ એક એવા શખસના બચાવમાં આવી કે જેના પર તેની પ્રેમિકાએ રેપનો આરોપ મૂક્યો. એક મહિલાએ તેના પ્રેમી પર આરોપ લગાવ્યો હતો કે તેણે લગ્નની લાલચ આપી છ વર્ષ સુધી તેની સાથે શારીરિક સંબંધ બાંધ્યા. જો કે, ઓગસ્ટ 2018માં ગુજરાત યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા રેપ કેસમાં કોર્ટે આરોપી શખ્સને મુક્ત કર્યો છે.
મે 2018માં નોંધાઇ હતી રેપની ફરિયાદ
આ સિવાય સુરતના મહિધરપુર પોલીસ સ્ટેશનમાં ગત મે 2018માં જે રેપની ફરિયાદ નોંધાઇ હતી તેને પણ રદ્દ કરી. આરોપીને નિર્દોષ છોડતા જસ્ટીસ ગીતા ગોપીએ જણાવ્યું કે, એવું માનવાનો કોઈ આધાર નથી કે દોષી માનસિકતાનો કોઈ ગુનો કર્યો હોય. તેમણે કહ્યુ કે આ કેસ સહમતિથી થયેલા સેક્સનો છે અને આ કેસમાં પરિણીત માણસ અને પરિણીત મહિલા સામેલ છે, જે બે બાળકોની માતા છે. મહિલા અને આરોપી રિલેશનમાં હતા અને મહિલાએ તેના પતિથી છૂટેછેડા પણ લીધા છે.
ગુજરાત હાઈકોર્ટના દરવાજા ખખડાવ્યા
ત્યારે આ સંબંધ ખરાબ થયા બાદ મહિલાએ મહિધરપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. જો કે, મહિલાના ફરિયાદ નોંધાયા બાદ શખસે ગુજરાત હાઈકોર્ટના દરવાજા ખખડાવ્યા અને રેપની ફરિયાદ રદ્દ કરવા માગણી કરી. આ ઉપરાંત મહિલાએ સંબંધ બાંધવાની સંમતિ આપી હોવાથી હાઈકોર્ટે આ ફરિયાદ રદ્દ કરી. જો કે, બાદમાં તેણે અમદાવાદમાં બીજી ફરિયાદ નોંધાવી. જે બાદ શખસે હાઈકોર્ટમાં અરજી કરી અને સેશન્સ કોર્ટમાંથી ડિસ્ચાર્જની માગણી કરી. જો કે, શખસે એવી રજૂઆત કરી કે મહિલા પરિણીત છે અને તેણે છૂટાછેડા લીધા.
છ વર્ષથી પ્રેમ સંબંધ હતો
આ ઉપરાંત તેણે પતિ અને બાળકોને છોડી દીધા હતા અને તે બંને વચ્ચે છેલ્લાં છ વર્ષથી પ્રેમ સંબંધ હતો અને આ દરમિયાન શારીરિક સંબંધ પણ બંધાયો અને બંને સાથે ફરવા પણ કેટલીક જગ્યા ગયા હતા. મહિલાએ દબાણ આપીને કહ્યું કે, આ કેસમાં ટ્રાયલ થવી જોઈએ. તેણે પહેલી ફરિયાદ રદ્દ કરવા માટે એટલે સંમતિ આપી કારણ કે શખસે ખાતરી આપી કે તે તેની સાથે લગ્ન કરશે. તેણે તેની સાથેના સંબંધ ચાલુ રાખ્યા પણ વચન તોડ્યુ.
પોતાનું વચન પાળ્યું નહીં અને સંબંધ ચાલુ રાખ્યા.
એટલે તેણે બીજીવાર ફરિયાદ નોંધાવી. મહિલાએ જણાવ્યું કે, તેણે પોતાનું વચન પાળ્યું નહીં અને સંબંધ ચાલુ રાખ્યા. જો કે, મહિલાની આ દલીલને ગુજરાત હાઈકોર્ટે નકારી અને કહ્યું કે, જ્યારે સંબંધ શરુ થયો ત્યારે તે પરિણીત હતી. જેથી લગ્નનું વચન આપવાનો સવાલ જ ઉભો થતો નથી. આ માત્ર લગ્નેતર સંબંધ હતા અને આના ફાયદા નુકસાન વિશે તે સારી રીતે સમજતી હતી.