ખબર

ગુજરાતમાં ગંભીર સ્થિતિ: ગુજરાતનો આંકડો એટલો વધ્યો કે બીજા રાજ્યના લોકોને પાછળ છોડી દીધા- જાણો વિગત

ભારતમાં કોવીડ ૧૯ પોઝિટિવ લોકોની કુલ સંખ્યા 17,265 થઈ છે તો સમગ્ર ગુજરાતમાં પણ કોરોનાનો કહેર વધતો જાય છે. ગુજરાતમાં પણ કોવીડ ૧૯ પોઝિટિવ દર્દીઓનો આંકડો અત્યારે 1939એ પહોંચ્યો છે અને 67 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. ભારતમાં કોવીડ ૧૯ નો કહેર ઝડપથી વધી રહ્યો છે. દેશમાં સૌથી વધારે નવા કેસ મહારાષ્ટ્ર અને ગુજરાતમાં નોંધાઈ રહ્યા છે. દેશમાં હાલ કોરોના પોઝિટિવ દર્દીઓની સંખ્યા 18,032 થઈ ગઈ છે.

Image Source

મહારાષ્ટ્રમાં મુંબઈ અને ગુજરાતમાં અમદાવાદને હોટસ્પોટ જાહેર કરવામાં આવ્યું છે. ભારતમાં સૌથી વધારે કોરોના પેશન્ટ મહારાષ્ટ્રમાં નોંધાયા છે. ત્યાર બાદ 2003 દર્દીઓ સાથે દિલ્હી બીજા નંબર પર અને 1939 દર્દી સાથે ગુજરાત ત્રીજા નંબરે છે.

ભારતમાં લૉકડાઉનનો બીજો તબક્કો શરૂ થઈ ગયો છે પરંતુ રાજ્યમાં કોરોનાનો કહેર અટકી નથી રહ્યો. રોજ કેસો વધી રહ્યા છે. 20મી એપ્રિલના રોજ સાંજે 5 વાગ્યા સુધી કોરોનાને કુલ નવા 93 પોઝિટિવ કેસ નોંધાયા છે. આ સાથે જ ગુજરાતમાં કોરોના પોઝિટિવ દર્દીઓની કુલ કેસની સંખ્યા 1939 પર પહોંચી છે.

Image Source

Gujarat Health Department તરફથી આ માહિતી આપવામાં આવી છે. જેમાંથી અમદાવાદ શહેરમાં જ 61 કેસ મળ્યા છે. આજના દિવસે કોરોના વાયરસના કારણે 4 લોકોનાં મોત થયા છે જ્યારે આજે 24 દર્દીઓને રજા આપવામાં આવી છે. તમને જણાવી દઈએ કે આપણા ગુજરાત રાજ્યમાં 71 દર્દીના કોરોના વાયરસના કારણે મૃત્યુ થઈ ગયા છે.

આજે ડૉ.જયંતિ રવિએ જણાવ્યું હતું કે કોવીડ ૧૯ ના કારણે દિવસ દરમિયાન 4 મોત થયા છે. ચારેય મોત અમદાવાદ શહેરના છે જેમાં 63 વર્ષની મહિલા, 42 વર્ષની મહિલા, 67 વર્ષની મહિલા, 66 વર્ષના પુરૂષનો સમાવેશ થાય છે. કોવીડ ૧૯ ને લીધે સૌથી વધુ ગંભીર સ્થિતિ અમદાવાદ શહેરની છે. અમદાવાદ શહેરમાં 1248 પોઝિટિવ કેસ છે. જોકે, અમદાવાદમાં કોરોના વાયરસના કેસ પોઝિટિવ આવવાનું એક કારણ એગ્રેસિવ ટેસ્ટિંગ છે. શહેરમાં કોરોનાના કારણે 38 દર્દીના મોત થયા છે.