આજની સૌથી મોટી ખુશખબરી: પાન-મસાલાની દુકાનો ખૂલશે, હેર સલૂનને શરતી મંજૂરી પણ…

0

આજે 18 તારીખે ગાંધીનગર શહેરમાં 8 પોઝિટિવ કેસ નોધાયા છે. હાલ સુધી ગુજરાતમાં 11,390 કેસ નોંધાયા છે અને મૃત્યુઆંક 659 થયો છે જ્યારે 4,499 દર્દી સાજા થઈને ઘરે પરત ફર્યાં છે.

અમદાવાદ શહેરના પશ્ચિમ વિસ્તારમાં પાન-ગલ્લા, દુકાનો ખુલ્લા રાખવામાં આવશે. નોન કન્ટેઇન્મેન્ટ ઝોનમાં વાણંદની ખોલી શકાશે

મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ રાજ્યમાં સૌ નાગરિકોનો કોરોના મહામારીના સંક્રમણ નિયંત્રણ માટેના પગલાંઓમાં સહયોગ-સહકાર માટે આભાર વ્યકત કર્યો છે. તેમણે આ સંદર્ભમાં કહ્યું કે, પ૪ દિવસથી લોકડાઉનની સ્થિતીમાં નિયમોના અનુપાલન કોરોના વોરિયર્સ એવા તબીબો, પોલીસ, નર્સ સ્ટાફ, સફાઇ કર્મીઓની સેવા ભાવનાને પણ તેમણે બિરદાવી હતી. મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે, લોકડાઉન ૧,ર અને ૩ ના નિયમોના પાલન બાદ હવે લોકડાઉન-૪ માટે કેન્દ્ર સરકારે રાજ્ય સરકારોને ગ્રીન, રેડ, યલો, ઓરેન્જ ઝોનના આધારે લોકડાઉન અનુપાલન કરવા સૂચવેલું છે. ગુજરાતમાં રાજ્ય સરકારે આવા ઝોનમાં કન્ટેનમેન્ટ ઝોન અને નોન કન્ટેનમેન્ટ ઝોનના આધાર ઉપર નિયમોમાં કેટલીક છૂટછાટો સાથે લોકડાઉન-૪ માટેની ગાઇડ લાઇન આજે નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઇ પટેલ અને ગૃહ રાજ્યમંત્રી શ્રી પ્રદિપસિંહ જાડેજાની ઉપસ્થિતીમાં જાહેર કરી હતી.

અમદાવાદ શહેરના પૂર્વ વિસ્તારમાં ટેક્સી સેવા શરૂ કરાશે. સમગ્ર રાજયમાં રેસ્ટોરાં માત્ર કેન્ટેઇન્મેન્ટ ઝોનમાં હોમ ડિલીવરીના હેતુથી ચાલુ રહેશે

કોઈ પણ દુકાનો પર લોકોની ભીડ થવી જોઈએ નહીં તે જોવાનું રહેશે, વાળ કાપવાની દુકાનો, બ્યૂટી પાર્લર ખુલ્લા રહેશે પણ સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન ફરજીયાત પણે કરવું પડશે

કંપનીમાં 33 % એમ્પ્લોય સાથે ખાનગી ઓફિસો શરૂ કરી શકાશે

રૂપની સાહેબે કહ્યું કે અત્યારસુધી લોકડાઉનમાં જનતાએ સહકાર આપ્યો જેનો હું આભારી છું. કન્ટેઈન્મેન્ટ ઝોનમાં આવશ્યક ચીજ વસ્તુઓ સિવાય કોઈપણ પ્રકારની છૂટછાટ નહીં

વધુમાં કહ્યું કે બન્ને ઝોનમાં બંધ શાળા-કોલેજો, જીમ, સ્વિમિંગ પૂલ, બાગ બગીચા, મોલ, મુવી થીએટર, ધાર્મિક કાર્યક્રમો બંધ રહેશે, સિટી બસ સેવા, ખાનગી સેવાઓ પણ બંધ રહેશે. અમદાવાદ અને સુરત સિવાય સમગ્ર રાજ્યમાં ઓટોરીક્ષા શરૂ કરવામાં આવશે એક રીક્ષામાં વધુમાં વધુ 2 મુસાફર બેસાડી શકાશે.

અમદાવાદ શહેરમાં ખુબ જ પોઝિટિવ કેસો અને ચેપ વધારે છે જેના લીધે કેસો ઘટ્યા બાદ જ વિચારણા કરવામાં આવશે

Image Source

કન્ટેનમેન્ટ ઝોન સિવાય ગુજરાતના બધા જિલ્લાઓમાં ST બસ સેવા શરૂ કરાશે. રાજ્યમાં નોન કન્ટેનમેન્ટ ઝોનમાં પાનના ગલ્લાઓ અને હેર સલૂન શરૂ કરી શકાશેઃ

લગ્ન સમારંભ માં 50 અને અંતિમ યાત્રા માં 20 લોકો ને મંજુરી

જાહેર માં થુંકનર વ્યક્તિ અને માસ્ક નહીં પહેનાર વ્યક્તિ ને આખા ગુજરાત માં 200 રૂપિયા એક સરખો દંડ

રેસ્ટોરન્ટ દ્વારા હોમ ડિલેવરી કરી આપવા છૂટ આપવામાં આવી, હોમ ડીલેવરી કરવા જતાં વ્યક્તિ નું હેલ્થ ચેકઅપ કરવું ફરજિયાત

N95 માસ્ક અને 3 લેયર માસ્ક છૂટ થી મળે તે માટે અમુલ પાર્લર પર માસ્ક વેચાણ માટે છૂટ આપવામાં આવી

N95 માસ્ક 65 રૂપિયામાં અને 3 લેયર માસ્ક 5 રૂપિયા માં વેચાણ કરવામાં આવશે.

મુખ્યમંત્રીશ્રીએ સ્પષ્ટપણે જણાવ્યું કે, રાજ્યના હરેક નાગરિકની આરોગ્ય સલામતિની ચિંતા કરીને તેમજ લોકોની રોગપ્રતિકારક શકિત વધારી કોરોના સામેના જંગમાં જીત મેળવવાની પ્રતિબદ્ધતાથી સંપૂર્ણ સરકાર દિવસ-રાત કાર્યરત છે.
તેમણે રાજ્યના સૌ નાગરિકોને પણ અનુરોધ કર્યો કે, કોરોના સંક્રમણથી બચવા માસ્કનો ઉપયોગ, સોશિયલ ડિસ્ટન્સીંગ, વારંવાર સાબૂથી હાથ ધોવા, કામ સિવાય ઘર બહાર ન નીકળવું જેવી આદતો કેળવીને જ આ લાંબી લડાઇ પર વિજય મેળવી શકાશે.
મુખ્યમંત્રીશ્રીએ લોકોમાં રોગ પ્રતિકારક શકિત વધારવા સાથે ખાસ કરીને વૃદ્ધો, વયસ્કો, ગંભીર બિમારી ધરાવતા લોકો, નાના બાળકોની ખાસ તકેદારી સંભાળ લેવાની પણ સૌ પ્રજાજનોને અપિલ કરી હતી.

લેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.