BREAKING : કેબિનેટની પહેલી જ બેઠકમાં નવા CM ભૂપેન્દ્ર પટેલનો સપાટો : તાબડતોબ લેવાયો મોટો નિર્ણય

ગુજરાત રાજયની નવી સરકારની આજે કેબિનેટ બેઠક મળી હતી અને તેમાં નવનિયુક્ત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની કેબિનેટમાં સૌથી મોટો નિર્ણય કરવામાં આવ્યો છે. જો દુધાળા પશુનું મોત થશે તો 30 હજાર રૂપિયાને બદલે 50 હજાર રૂપિયા અને ઘેટા બકરાના મોત થશે 3 હજાર રૂપિયાને બદલે 5 હજાર રૂપિયા મળશે. જણાવી દઇએ કે, સોમવાર, મંગળવાર અને બુધવારના રોજ ફરજિયાત રીતે અધિકારીઓ અને મંત્રીઓને સચિવાલયમાં હાજર રહેવાનો આદેશ કરવામાં આવ્યો છે.

કેબિનેટ બેઠકના નિર્ણયની વિગત આપતા જીતુ વાઘાણી અને રાજેન્દ્ર ત્રિવેદીએ કહ્યુ કે, સરકારી રાજયના પૂર પીડિતો સાથે છે અને કેબિનેટ બેઠકમાં કુદરતી આફતો બાદ જે રકમ ચીકવવામાં આવે છે તેમાં વધારો કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ઘરવખરી સહાય  3800 રૂપિયાથી વધારીને 7000  રૂપિયા કરી દેવામાં આવી છે જયારે પાકા મકાનને જો નુકશાન થાય છે તો તેની સહાય વધારી 15000 કરવામાં આવી છે. ઝૂંપડાવાસીઓને 4100 રૂપિયાને બદલે હવે 10 હજાર રૂપિયાની સહાય મળશે તેઓ કેબિનેટની બેછકમાં નિર્ણય કરવામાં આવ્યો છે.

જણાવી દઇએ કે, આ નિર્ણયને કારણે રાજય સરકાર પર 13 કરોડનો વધારાનો બોજ પડશે. આ સિવાય સરકારી કામ માટે લોકોને ધક્કા ન ખાવા પડે તે માટે પણ નિર્ણય લેવામાં આવ્યો છે, જે અંતર્ગત તમામ મંત્રીઓ અને અધિકારીઓને સોમવાર મંગળવારના રોજ ઓફિસમાં હાજર રહેવાનો આદેશ કરવામાં આવ્યો છે. અધિકારીઓ ધારાસભ્યને અગાઉ બહાર બેસાડી રાખતા હતા જો કે હવે અધિકારીઓ મુલાકાત માટે ના નહી કહી શકે.

સરકારના પ્રવકતા તરીકે રાજ્ય સરકારે જીતુ વાઘાણી અને રાજેન્દ્ર ત્રિવેદીની નિમણૂક કરી છે. રાજ્ય સરકારની વાત આ બંને મંત્રીઓ રજૂ કરશે. આ સિવાય કેબિનેટમાં અન્ય મંત્રીઓને નિવેદન નહિ કરવા ટકોર કરવામાં આવી છે.

Shah Jina