ખબર

ગુજરાત કોરોનાનો ધબડકો: છેલ્લા 24 કલાકમાં 388 પોઝિટિવ કેસો અને અધધધનાં મોત, જાણો બધું જ

કોવીડ૧૯ એ સમગ્ર વિશ્વમાં હાહાકાર મચાવ્યો છે, એમાંય ગુજરાતના કેસ ભરતમાં ટોપ ૨ નંબરે છે અને ગુજરાતમાં છેલ્લી 24 કલાકમાં રાજ્યમાં 388 નવા પોઝિટિવ કેસો સામે આવ્યા છે. અને 29 લોકોનાં મોત કોરોનાને કારણે થયા છે. જેમાંથી 15 લોકોનાં મૃત્યુ પ્રાથમિક રીતે કોરોનાને કારણે થયા છે.

Image Source

જ્યારે અન્ય 13 લોકોને અન્ય બીમારીઓ પણ હતી. રાજ્યમાં અત્યાર સુધી કુલ 1709 લોકો સાજા થયા છે. આજે 119 લોકોએ કોરોનાને માત આપી હતી. આમ જોઈએ તો કોવીડ ૧૯ ન કુલ કેસ 7013 થયા છે. જ્યારે કોરોનાને કારણે કુલ 425 લોકોનાં મોત નિપજ્યા છે.

Image Source

આજના નવા કેસોની વાત કરીએ તો અમદાવાદમાં 275, વડોદરામાં 19, સુરત 45, ભાવનગર 1, ગાંધીનગર 5, બનાસકાંઠા 03 કેસ નોંધાયા હતા.

Image Source

ગુજરાતમાં કુલ કોવીડ ૧૯ ની સંખ્યા 7013 થઇ જેમાંથી 26 લોકો વેન્ટિલેટર પર છે. જ્યારે 4853 લોકોની હાલત સ્થિર છે. તેમજ સારા સમાચાર એ છે કે ગુજરાતમા અત્યાર સુધી કુલ 1709 લોકો ડિસ્ચાર્જ થયા છે. તો કુલ મોત 425 થયા છે. કોવિદના કેસો ને લઈને અમદાવાદની સ્થિતિ વધુ વિકટ બની છે ત્યારે કોરોનાને પહોંચી વળવા માટે શહેરમાં વધુ 8 કોવિડ હોસ્પિટલ શરૂ કરાશે.

કોવિદના કેસોને લઈને અમદાવાદની સ્થિતિ વધુ વિકટ બની છે ત્યારે કોરોનાને પહોંચી વળવા માટે શહેરમાં વધુ 8 કોવિડ હોસ્પિટલ શરૂ કરાશે. શહેરના પૂર્વ અને પશ્ચિમ વિસ્તારમાં હોસ્પિટલ શરૂ કરાશે અને દરેક હોસ્પિટલમાં 100 બેડની સુવિધા ઉપલબ્ધ હશે. એમ 8 હોસ્પિટલમાં કુલ 800 બેડની વ્યવસ્થા કરવામાં આવશે. એટલું જ નહીં શહેરમાં કુલ 15 ખાનગી કોવિડ હોસ્પિટલ કાર્યરત છે.

દેશમાં સતત કોરોનાના કેસમાં વધારો થતો જાય છે. દેશમાં કોરોનથી સંક્રમિત લોકોનો આંકડો 54 હજાર સુધી પહોંચવા આવ્યો છે. એઈમ્સના ડાયરેક્ટર રણદીપ ગુલેરિયાએ એક મહત્વપૂર્ણ નિવેદન આપ્યું હતું.

એઈમ્સના ડાયરેક્ટર રણદીપ ગુલેરિયાએ એક ચેનલ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, કોરોનથી સંક્રમિત લકો સૌથી વધુ જૂન મહિનામાં નોંધાશે. વધુમાં કહ્યું હતું લોકડાઉનનો ફાયદો મળ્યો હોય લોકડાઉનમાં બીજા દેશની સરખામણીમાં ભારતમાં ઓછા કેસ વધ્યા છે. હોસ્પિટલોએ પણ લોકડાઉનમાં પોતાની તૈયારી કરી લીધી છે. ડોક્ટરોને તાલીમ આપવામાં આવી છે. પીપીઈ કીટ, વેન્ટિલેટર અને જરૂરી મેડીકલ સાધનોની વ્યવસ્થા કરી છે. કોરોનાની તપાસ વધી છે. પહેલા દરરોજના 1થી 2 હજાર ટેસ્ટ થતા હતા. હવે 80થી 90 હજાર ટેસ્ટ થાય છે.

Image source

ગુલેરિયા વધુમાં કહ્યું હતું કે, જે રીતે ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે, કોરોનાના કેસ જૂનમાં પીક ઉપર હશે. ક્યા સુધી કોરોનાના કેસ વધશે? લાંબુ ચાલશે? તે અત્યારથી કંઈ કહી શકાય નહીં. પરંતુ એ વાત પાકી છે કે જૂનમાં કોરોના પર હશે, ત્યાર પછી કેસમાં ધીમે ધીમે ઘટાડો શરૂ થશે.

કોરોના જીરો કેસ કયારે થશે ? આ પર ડોકટરે કહ્યું હતું કે આ લાંબી લડાઈ છે લડાઈ છે એવું નથી કે, જયારે પીક પર આવીને ખતમ થઇ જાય. આપણા જિંદગી જીવવાની રીતને લાંબા સમય સુધી બદલશે.

લેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.