ખબર

બ્રેકીંગ ન્યુઝ: ગુજરાતમાં કુદકે ભૂસકે વધતા કોરોનાના દર્દી, કુલ દર્દીઓ સંખ્યા જાણીને હોંશ ઉડી જશે

ગુજરાતમાં આજે માહિતી રાજ્યના આરોગ્ય વિભાગના અગ્ર સચિવ જયંતિ રવિએ આપી હતી. અમદાવાદમાં સૌથી વધુ 96 કેસો નોંધાયા છે. અમદાવામાં અનેક વિસ્તારમાં કર્ફ્યૂ હોવા છતાં પણ કોરોનાનો પ્રકોપ વધતાં આજે વઘુ 5 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જ્યારે 5 દર્દીઓ સાજા થતાં તેમને રજા આપવામાં આવી છે.જેથી રાજ્યમાં કુલ મૃત્યુઆંક 53એ પહોંચ્યો છે. સુરતમાં પણ આંકડો 200ને પાર થતાં સિચ્યુએશન ટેંશનવાળી થઇ છે. આ સાથે જ સમગ્ર ગુજરાતમાં કોરોનાના દર્દીઓની સંખ્યા 1376 થઈ છે.

Image Source

અમદાવાદ શહેરમાં નવંરગપુરા દાણીલીમડા, બહેરામપુરા, માણેકચોક, આસ્ટોડિયા, કુબેરનગર, જમાલપુર અને ગોમતીપુર માં ન્યુ કેસ રેજિસ્ટર થયા છે. અમદાવાદ શહેરમાં ઘણા હોટસ્પોટ વિસ્તાર છે. રાજ્યમાં દર 11 મિનિટે કોરોનાનો એક પોઝિટિવ કેસ નોંધાતો હોવાનો ચોંકાવનારો ખુલાસો થયો છે.

વડોદરામાં 3, ભાવનગરમાં 2, મહીસાગરમાં 1 કેસ નોંધાયો છે. વડોદરામાં કોવીડ ૧૯ ના સંખ્યા 155 કેસ થયા છે. ગુજરાતમાં દર 11 મિનિટે કોરોનાનો એક પોઝિટિવ કેસ સામે આવે છે. કોરોનાના હજુ 10 દર્દીઓ વેન્ટિલેટર પર છે. ગુજરાતમાં કોરોનાથી મૃત્યુદર 4.15% છે. સુરતમાં 200 સંખ્યાથી વધુ થઇ ગઈ છે. અમદાવાદમાં તો અત્યાર સુધીમાં સ્થિતિ ચિંતાજનક હતી પણ હવે તો સુરત શહેરમાં પણ કોવીડ ૧૯ કેસ 200ને પાર થતાં આરોગ્ય વિભાગની ચિંતામાં વધારો થયો છે.

Image Source

રાજ્યના મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રીએ મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. કોરોના જેવી મહામારી સામે લડવા માટે 66 લાખ કાર્ડ ધારકોના ખાતામાં 1 હજાર રૂપિયા જમા કરવામાં આવશે.સોમવારથી સીધા જ ખાતામાં જમા થશે રૂ.1000. લાભાર્થી કુટુંબના એકાઉન્ટમાં સીધા જમા થશે આ રૂપિયા. આ માટે કોઇ ફોર્મ ભરવાનું રહેશે નહીં. સરકાર ડેટાના આધારે રકમ જમા કરાવશે. આ માટે સરકાર પર 660 કરોડનો બોજો આવશે તેમ મુખ્યમંત્રીના સચિવ અશ્વિની કુમારે જણાવ્યું છે.

Image Source

જણાવી દઈએ કે, સરકાર દ્વારા એપીએલ 1 ગ્રાહકોને પણ અનાજ વિતરણ કરવામાં આવ્યું છે. અત્યાર સુધીમાં 45 લાખ કુટુંબોએ રાશન મેળવ્યું છે. આ સાથે જ સરકારે જાહેર કર્યું છે કે, હજુ પણ રાશનની જરૂર હોય તો અનાજ પૂરું પાડવામાં આવશે.