BREAKING: પેટ્રોલ 28 રૂપિયા લીટર અને ડીઝલ 25 રૂપિયા થશે કે નહિ? આવી ગયો નિર્ણય- જલ્દી વાંચો

દેશવાસીઓ માટે પેટ્રોલ અને ડીઝલના વધી રહેલા ભાવ માથાનો દુઃખાવો બની ગયો છે. ખાસ પેટ્રોલ અને ડીઝલના ભાવ વધારાના કારણે આર્થિક સંકટ પણ વધ્યું છે અને તેના કારણે ટ્રાન્સપોર્ટેશન મોંઘુ થવાના કારણે જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓના ભાવમાં પણ વધારો થયો છે.

ઘણા રાજ્યોમાં તો પેટ્રોલ 110 રૂપિયા પ્રતિ લીટર ઉપર પણ પહોંચી ગયું છે, ત્યારે હાલ ભાવ વધારાને નાથવા માટે વિચારણા ચાલી રહી છે. GST પરિષદની 17 સપ્ટેમ્બર એટલે કે આજે થવા વાળી બેઠકમાં સંભવતઃ પેટ્રોલ અને ડીઝલને જીએસટી અંતર્ગત લાવવા ઉપર વિચારણા થવાની હતી.

છેલ્લા બે વર્ષથી કોવિડ મહામારીને લીધે આપણો દેશ અત્યારે મોંઘવારીનો માર સહન કરી રહ્યો છે. આખા દેશમાં પેટ્રોલ અને ડીઝલનાં ભાવ વધવાના કારણે જીવન જરૂરિયાત ચીજોના ભાવમાં કડાકો બોલી ગયો છે. એવામાં નરેન્દ્ર મોદી સરકાર પાસેથી આશા હતી કે આજે પેટ્રોલ ડીઝલની કિંમતો પર કોઈ નિર્ણય લેવામાં આવશે.

તમને જણાવી દઇએ કે, સપ્ટેમ્બર મહિનામાં બે વખત ઇંધણની કિંમતોમાં ઘટાડો થયો છે. મહિનાની શરૂઆતમાં એટલે કે 1 સપ્ટેમ્બરના રોજ ભારતીય બજારમાં સરકારી તેલ કંપનીઓએ પેટ્રોલ-ડિઝલ બંને ઇંધણોની કિંમતમાં 15 પૈસા જેવો ઘટાડો કર્યો હતો અને ત્યાં 3 દિવસ બાદ સતત કિંમતો સ્થિર રહ્યા બાદ 5 સપ્ટેમ્બરના રોજ 15 પૈસા પ્રતિ લીટર ઘટાડો નોંધાયો હતો. પેટ્રોલ  ડિઝલ હવે 30 પૈસા જેટલુ સસ્તુ થયુ છે.

  1. અમદાવાદ – પેટ્રોલ 98.04 રૂપિયા અને ડીઝલ 95.49 રૂપિયા
  2. વડોદરા – પેટ્રોલ 97.81 રૂપિયા અને ડીઝલ 95.27 રૂપિયા
  3. રાજકોટ – પેટ્રોલ 97.80 રૂપિયા અને ડીઝલ 95.26 રૂપિયા
  4. સુરત – પેટ્રોલ 98.03 રૂપિયા અને ડીઝલ 95.51 રૂપિયા
  5. મુંબઈ પેટ્રોલ 107.26 રૂપિયા અને ડીઝલ 96.19 રૂપિયા

આ એક એવું પગલું હશે કે જેને લઈને કેન્દ્ર અને રાજ્ય સરકારે રાજસ્વના મોરચા ઉપર ખુબ જ મોટી સમજૂતી કરવી પડશે. કેન્દ્ર અને રાજ્ય બંન્નેને આ ઉત્પાદનો ઉપર ટેક્સના રૂપમાં ખુબ જ મોટી માત્રામાં રાજસ્વ મળે છે.

મિટિંગ પછી આપણા દેશનાં ફાઇનાન્સ મિનિસ્ટર નિર્મલા સીતારમણે એલાન કરતાં કહી દીધું કે પેટ્રોલ અને ડીઝલને અત્યારે GSTમાં લાવવા પર વિચાર કરવાનો આ યોગ્ય સમય નથી. ઈન્કમથી જોડાયેલા કેટલાય મુદ્દાઓ પર વિચાર કરવો પડશે. બેઠકમાં આજે પેટ્રોલ કે ડિઝલ મુદ્દે કોઈ ચર્ચા કરવામાં આવી નથી.

દેશમાં અગાઉ અટકળો હતી કે આ મિટિંગમાં બંને ઈંધણને ગેસ્ટ ના દાયરામાં લાવવાનો નિર્ણય લઇ શકે છે. પેટ્રોલ-ડીઝલના GSTમાં જો પેટ્રોલ-ડીઝલ આવે તો પેટ્રોલની કિંમત આશરે 28 રૂપિયા અને ડીઝલ 25 રૂપિયા સુધી સસ્તુ થઈ શકે છે. અત્યારે સમગ્ર દેશમાં પેટ્રોલ 110 રૂપિયા અને ડીઝલ 100 રૂપિયા લીટરને પાર પહોંચ્યું છે.

સારા સમાચાર એ છે કે ફાયનાન્સ મિનિસ્ટર નિર્મલાએ જાહેરાત કરી કે Zologensma અને Viltetso જેવી કોસ્ટલી ઇમ્પોર્ટેડ દવાઓ પર GST છૂટ આપવામાં આવશે. આ જીવન રક્ષક દવાઓને કોરોના મહામારીની સારવારમાં ઉપયોગ નથી થતો.

YC