આ વરરાજાનો પ્રેમ તો જુઓ, કન્યાની એન્ટ્રી થતા જ જોઈને આંખોમાંથી વહેવા લાગી આંસુઓની ધારાઓ, જુઓ વીડિયો

દેશભરમાં હાલ લગ્નનો માહોલ ચાલી રહ્યો છે અને લગ્નને લઈને સોશિયલ મીડિયામાં અઢળક વીડિયો પણ વાયરલ થતા જોવા મળી રહ્યા છે, ત્યારે ઘણા વીડિયોમાં લગ્નની અંદર થતા મસ્તી મજાક પણ જોવા મળે છે તો ઘણા વીડિયો ભાવુક કરી દેનારા પણ હોય છે. ત્યારે હાલ સોશિયલ મીડિયામાં એક એવો જ ભાવુક કરી દેનારો વીડિયો વાયરલ થઇ રહ્યો છે.

સોશિયલ મીડિયા પર જે હ્રદય સ્પર્શી વીડિયો વાયરલ થઈ રહ્યો છે તેને ઘણા નેટીઝન્સ ઈમોશનલ કરી દીધા છે. ક્લિપમાં, એક દુલ્હન તેના વાળમાં ફૂલો લગાવેલી અને અદભૂત પેસ્ટલ પિંક અને બ્લુ લહેંગા પહેરેલી જોઈ શકાય છે. દુલ્હનની એન્ટ્રી પણ ખૂબ જ સુંદર છે. પહેલા તો કેટલીક છોકરીઓએ દુલ્હનની બાજુમાંથી ઘણા દુપટ્ટા પકડી રાખ્યા હતા, ધીમે ધીમે દરેક દુપટ્ટા દૂર કરવામાં આવે છે અને પછી દુલ્હન પાછળ ઉભી જોવા મળે છે.

દુલ્હન આગળ વધવા લાગી તો વરરાજા ખૂબ જ ભાવુક થઈ ગયા. કન્યાને જોયા બાદ વરરાજાની આંખોમાંથી આંસુ ટપકવા લાગ્યા. કોઈએ આ ક્ષણને પોતાના કેમેરામાં કેદ કરી અને સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી. વરરાજાને રડતો જોઈને નજીકમાં ઉભેલા મહેમાનો પણ દંગ રહી ગયા. સોશિયલ મીડિયામાં આ વીડિયો ખુબ જ વાયરલ થઇ રહ્યો છે.

ઘણા લોકો આ વીડિયોને જોઈને પોતાના પ્રતિભાવ પણ આપી રહ્યા છે. ઘણા લોકો એમ પણ કહી રહ્યા છે કે વરરાજા કન્યાને ખુબ જ પ્રેમ કરી રહ્યા છે. તો ઘણા લોકો એમ પણ કહી રહ્યા છે કે નક્કી આ કપલના લવ મેરેજ થયા છે અને એટલા માટે જ વરરાજા પોતાનો પ્રેમ મેળવીને ભાવુક થઇ રહ્યા છે.

Niraj Patel