સ્ટેજ પર જ દુલ્હાના મિત્રએ દુલ્હન સામે કરી દીધી એવી હરકત કે વરરાજાને આવી ગયો ગુસ્સો, પછી જે કર્યુ તે….જુઓ વીડિયોમાં

સોશિયલ મીડિયા પર લગ્નના અવાર નવાર વીડિયો વાયરલ થતા રહે છે. લગ્નમાં જીજા-સાળીની મસ્તી તો ભાભી-દિયરનો પ્રેમ તેમજ દુલ્હા અને દુલ્હનના મિત્રોની મસ્તી કંઇક નવી વાત નથી. પરંતુ શું તમે ક્યારેય લગ્નના એવા વીડિયો જોયા છે, જેમાં દુલ્હો સ્ટેજ પર દુલ્હા-દુલ્હન બેઠેલા હોય અને તેના મિત્રો નોટોનો વરસાદ કરી રહ્યા હોય. જો તમે આવો વીડિયો ના જોયો હોય તો અમે આ વીડિયોને થોડા ટ્વીસ્ટ સાથે બતાવવા જઇ રહ્યા છીએ. હાલમાં એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે.

જેમાં દુલ્હા દુલ્હન સ્ટેજ પર બેસેલા જોઇ શકાય છે અને અચાનક મિત્રો આવી સ્ટેજ પર અજીબોગરીબ હરકત કરવા લાગે છે. કેટલાક લગ્નમાં તો મિત્રો દારૂમ નશામાં આવે છે અને હંગામો મચાવવા લાગે છે. મહેમાનો પણ આવી હરકત જોઇ શર્મિંદા મહેસૂસ કરે છે અને દુલ્હન પણ આ બધું જોઈને થોડી અસહજતા અનુભવે છે.ત્યારે હાલ એક વીડિયો ઈન્સ્ટાગ્રામ પર વાયરલ થઈ રહ્યો છે. લગ્ન દરમિયાન નોટો ઉડાડવી એ સામાન્ય વાત છે, પરંતુ સ્ટેજ પર બેઠેલા વર-કન્યા પર નોટો ઉડાડતા એક મિત્રએ એવી હરકત કરી કે વરરાજા પણ ગુસ્સે થઇ ગયા.

વીડિયોમાં જોઈ શકાય છે કે, વરરાજા અને કન્યા બંને સ્ટેજ પર બેઠા છે અને અચાનક વરરાજાના મિત્રો સ્ટેજ પર આવી જાય છે. તેઓ હાથમાં નોટ લઈને મસ્તી કરી રહ્યાં છે. બધા મહેમાનો આ બધું જોઈ રહ્યા છે અને પછી અચાનક તેમાંથી એક મિત્ર સ્ટેજ પર વરરાજાના ખોળામાં પડી જાય છે. મિત્ર ખોળામાં પડતાં જ વરરાજા ગુસ્સે થઈ જાય છે અને તેને તરત જ જવા કહે છે પણ તેનો મિત્ર ત્યાં જ ઊભો રહે છે. જ્યારે બીજો મિત્ર સામેથી નોટ ઉડાવતો રહે છે. દુલ્હનની સામે આવું કૃત્ય કરતા વરરાજા પણ ગુસ્સે થઈ ગયો હતો.

 

View this post on Instagram

 

A post shared by DIVYA SHARMA⭐️ (@divusharma_9)

વરરાજાના મિત્રોએ કરેલી મજાક બધાને જરા વિચિત્ર લાગી. સોશિયલ મીડિયા પર લોકો આ વીડિયોને ઘણો જોઇ રહ્યા છે. ઇન્સ્ટાગ્રામ પર divusharma_9 નામના એકાઉન્ટ દ્વારા વિડિયો પોસ્ટ કરવામાં આવ્યો છે. ઘણા યુઝર્સે પણ આ વીડિયો પર પોતાની પ્રતિક્રિયા આપી છે. એક યુઝરે લખ્યું, ‘ઓછું પીઓ ભાઈ, તમે અપમાન કરો છો.’ અન્ય એક યુઝરે લખ્યું, ‘ઘરના સભ્યોએ લગ્ન પછી ખબર લીધી હશે.’

Shah Jina