લગ્નની થોડીવાર પહેલા જ ભાગી ગયો વરરાજા, સંબંધીઓએ ભાઈ સાથે જ કરાવી દીધા લગ્ન, પછી આ રીતે ખુલ્યું સમગ્ર રહસ્ય

દગાબાજ વરરાજો લગ્ન પહેલા જ ભાગી ગયો પાછળથી જ એ થયું એ ખરેખર મગજ ફેરવી દેશે

હાલમાં લગ્નની સીઝન ચાલી રહી છે ત્યારે લગ્ન દરમિયાન ઘણી એવી ઘટનાઓ પણ બનતી હોય છે જે જોઈને આપણે પણ ચોંકી ઉઠીએ છીએ. હાલમાં જ કાનપુરમાંથી એક એવી જ ઘટના સામે આવી છે.

જેમાં લગ્નના થોડા સમય પહેલા જ વરરરજા ભાગી ગયો હોવાનું સામે આવ્યું છે. કાનપુરના દેહાત પાલેહપૂર ગામની લગ્નની થોડી વાર પહેલા જ વરરાજા દગો આપીને ભાગી ગયો, ત્યારબાદ  છોકરીના પરિવારની ઈજ્જત બચાવવા માટે એક સંબંધીએ પોતાના ભાઈ સાથે યુવતીના લગ્ન કરાવી દીધા હતા.

મળતી માહિતી અનુસાર ગામના શ્રીરામ પ્રજાપતિના ઘરમાં લગ્નની ધામધૂમથી તૈયારીઓ ચાલી રહી હતી. સાંજે તેમની દીકરી શશીના લગ્ન થવાના હતા. રાયપુર ગામથી તેમના ઘરે જાન આવવાની હતી અને બધા જાનના સ્વાગતની તૈયારીઓમાં લાગી ગયા હતા.

ત્યાં બીજી તરફ વરરાજા ધર્મેન્દ્રના પિતા ધર્મપાલ પણ પોતાના દીકરાના લગ્નને લઈને ખુબ જ ઉત્સાહિત હતા અને તે પણ જાન લઈને નીકળવાની તૈયારીઓ કરી રહ્યા હતા. લગ્નમાં સારા દેખવવા માટે ધ્રર્મપાલ પોતાના દીકરા સાથે સલૂનમાં પણ ગયા અને વાળમાં કલર કરાવી રહ્યા હતા. પરંતુ તેમને પોતાના દીકરા ધર્મેન્દ્રના ઈરાદાનો સહેજ પણ  અંદાજ નહોતો.

જયારે ધર્મપાલ પોતાના વાળની અંદર કલર કરાવી રહ્યા હતા ત્યારે જ અચાનક સલૂનમાંથી તેમનો દીકરો ધર્મેન્દ્ર ગાયબ થઇ ગયો. ઘણીવાર સુધી તે પરત ના ફર્યો ત્યારરબાદ આ વાતની જાણ કન્યા પક્ષને કરવામાં જેના બાદ પરિવારમાં હડકંપ મચી ગયો.

જાન જવા માટે તૈયાર હતી પરંતુ સાંજ સુધી વરરાજાની કોઈ ખબર ના મળી.. કન્યા પણ લગ્નના જોડાની અંદર પોતાના થનારા પતિની રાહ જોઈ રહી હતી. દીકરાના ગાયબ થવા ઉપર પરિવારજનોએ નરવર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ પણ નોંધાવી.

રાત્રે 11 વાગ્યા સુધી પણ વરરરજાની કોઈ ખબર ના મળવાના કારણે કન્યા પણ રડવા લાગી.. લગ્ન નક્કી કરાવવા વાળા વ્યક્તિએ કન્યાની હાલત જોઈને પોતાના ભાઈ મહેશ સાથે લગ્ન કરાવવાનો પ્રસ્તાવ રાખી દીધો. કન્યા પણ પોતાના પરિવારનું સન્માન બચાવવા માટે લગ્ન કરવા તૈયાર થઇ ગઈ. ત્યારબાદ કન્યાની સહમતી દ્વારા લગ્ન સંપન્ન થયા.

આશ્ચર્યની વાત તો એ છે કે લગ્નના બે દિવસ બાદ જ ગાયબ થયેલ વરરાજા ધર્મેન્દ્ર પોતાના ઘરે પાછો આવી ગયો. તેને તેના માતા પિતાને જૂઠી કહાની સંભળાવી કે કોઈએ તેને ઇન્જેક્શન આપીને અપહરણ કરી લીધું હતું.  પરંતુ જયારે પોલીસ દ્વારા કડકાઈથી ધર્મેન્દ્રની પુછપરછ કરવામાં આવી ત્યારે હકીકત સામે આવી.

તેને જણાવ્યું કે તે બે દિવસ પહેલા જ ગામમાં રહેતી પોતાની પ્રેમિકા સાથે ભાગી ગયો હતો. પરંતુ ઘરવાળાએ પકડી લીધો હતો. તેને એ પણ જણાવ્યું કે તે બીજી જગ્યાએ લગ્ન કરવા માટે તૈયાર નહોતો. પરંતુ તેના ઘરવાળા માની રહ્યા નોહતા જેના કારણે તે લગ્નના દિવસે જ ત્યાંથી ભાગી ગયો હતો.

Niraj Patel