સુરતમાં છડેચોક યુવતીની હત્યા કરનાર નરાધમના બાપે કહ્યું, “મારો સિક્કો ખોટો નીકળ્યો.” યુવતીના પરિવારજનોની ફાંસી આપવાની માંગ

ગુજરાત હવે બીજું યુપી બિહાર બનવા જઈ રહ્યું છે તેનું એક તાજું જ ઉદાહરણ ગત રોજ જોવા મળ્યું. જેમાં સુરતની અંદર એક યુવતીની છડેચોક ચપ્પાના ઘા ઝીંકીને હત્યા કરી દેવામાં આવી, આ ઘટનાની આખા ગુજરાતની અંદર નિંદા થઇ રહી છે. સાથે જ લોકોમાં ભયનો માહોલ પણ જોવા મળી રહ્યો છે કે અપરાધીઓ એટલા બેફામ બની ગયા છે તેમને કાયદાનો પણ હવે ભય રહ્યો નથી.

કામરેજના પાસોદરા પાટિયા પાસે એક તરફી પ્રેમમાં પાગલ ફેનિલ પંકજ ગોયાણીએ ગ્રીષ્મા નંદલાલાલાભાઇ વેકરીયા નામની યુવતીને તેની માતા અને ભાઈની નજર સામે જ જાહેરમાં રહેંસી નાખી હતી. છેલ્લા એક વર્ષથી તે ગ્રીષ્માને હેરાન કરી રહ્યો હતો. ફેનિલને ગ્રીષ્માના પરિવાર દ્વારા સમજાવવા છતાં પણ તે શનિવારના રોજ તેના ઘરે આવી ગયો હતો.

ઘરે આવીને તેને સમજાવવા જતા ગ્રીષ્માના મોટા પપ્પા અને ભાઈને ચપ્પાના ઘા માર્યા હતા અને હાથમાં જકડી લીધેલી ગ્રીષ્માનું ગળું કાપી નાખ્યું હતું. આ ઘટનાને લઈને ગુજરાતના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ મૃતક ગ્રીષ્માના પરિવારની મુલાકાત લીધી હતી અને તેને ન્યાય મળશે તેવી હૈયાધારણા પણ આપી હતી.

તો બીજી તરફ ગ્રીષ્માના પરિવારજનોની માંગ છે કે આરોપીને ફાંસી થવી જોઈએ. તો આ બાબતે આરોપી ફેનીલનાં પિતાએ આ ઘટના બાદ જણાવ્યું હતું કે,”ફેનિલ મારો દિકરો છે, પરંતુ આજે કહું છું કે, અમારો ખોટો સિક્કો છે. તે અમારા કહ્યામાં રહ્યો નથી. ફેનિલ વિશે ગ્રીષ્માના પરિવારે ફરિયાદ પણ કરી હતી. ત્યારે પણ મેં ફેનિલને ઠપકો આપ્યો હતો. ફેનિલે તે વખતે મને જણાવ્યું કે, હવેથી હું ગ્રીષ્માને હેરાન નહીં કરું, પરંતુ ત્યાર બાદ પણ તે સુધર્યો નહિ. તેણે જે કર્યું તે શરમજનક છે. કાયદો તેને ફાંસીની સજા પણ આપશે તો પણ અમને મંજૂર છે.”

આ મામલે ગુજરાતના ગૃહમંત્રી હર્ષ સંઘવી દ્વારા પણ ગ્રીષ્માના પરિવારની મુલાકાત લેવામાં આવી હતી, જેની અંદર ઘણી જ બાબતો પરિવાર દ્વારા જણાવવામાં આવી હતી. મીડિયા રિપોર્ટ અનુસાર જાણવા મળ્યું કે આરોપી યુવક ફેનિલ અને ગ્રીષ્માના પરિવાર વચ્ચે 7-7 વાર સેટલમેન્ટ થયું હતું. પરંતુ બદનામીના ડરથી પરિવારે ફરિયાદ કરવાનું ટાળ્યું હતું. આ મામલામાં હવે હર્ષ સંઘવી પણ એક્શન મોડમાં આવ્યા છે અને તેમને પ્રેસ કોન્ફ્રન્સમાં જણાવ્યું હતું કે જો કોઈપણ યુવક યુવતીની છેડતી કરતો હોય કે હેરાન કરતો હોય તો નજીકના પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવી.

ગ્રીષ્માની માતાને હજુ દીકરી આ દુનિયામાં નથી રહી તે અંગની જાણ નથી, તેમને એમ જ કહેવામાં આવ્યું છે કે ગ્રીષ્માની સારવાર ચાલી રહી છે. તો બીજી તરફ ગ્રીષ્માના પિતા નંદલાલ પણ  દીકરીના મોતથી અજાણ છે. તેઓ હાલ આફ્રિકામાં છે અને તેમના આવ્યા બાદ દીકરીના અંતિમ સંસ્કાર કરવામાં આવશે. ગ્રીષ્માના પિતા નંદલાલને જાણ કરવામાં આવી છે કે તેમના દીકરાનો અકસ્માત થયો છે.

તો આ મામલે ગ્રીષ્માના ભાઈએ નોંધાવેલી પોલીસ ફરિયાદમાં જણાવ્યું હતું કે, “તેણે મોટા પપ્પાને પેટના ભાગે ચપ્પુ મારી દીધેલ જેથી હું છોડાવવા જતાં મેં ચપ્પુ પકડી લીધેલ જેથી મને જમણા હાથે ચપ્પુ વાગ્યું હતું. બાદમાં તેણે મારા માથાના ભાગે ચપ્પુ માર્યું હતું. એટલામાં ગ્રીષ્મા અને મમ્મી દોડી આવતાં ફેનિલે મારી બહેનને ગળામાંથી પકડી લઈને ગળા પર ચપ્પુ મુકી દીધું હતું, જેથી મારી બહેન અને અમોએ ઘણી બૂમો પાડી હતી, પણ તેણે મારી બહેનને છોડેલ નહીં જેના કારણે અમે બધા ગભરાઈ ગયેલ હોવાથી કોઈ વચ્ચે પડેલ નહીં. તેણે મારી બહેનનું ચપ્પુ વડે ગળું કાપી નાખેલ અને પોતાના ખિસ્સામાંથી કોઈ ઝેરી પ્રવાહી બહાર કાઢી પી ગયેલ. બાદમાં પોલીસ આવતાં ફેનિલ પોતાના હાથે ચપ્પુ મારવા લાગ્યો હતો.”

ફેનિલ પંકજ ગોયાણીએ ગ્રીષ્મા નંદલાલાલાભાઇ વેકરીયા નામની યુવતીને તેની માતા અને ભાઈની નજર સામે જ જાહેરમાં રહેંસી નાખી હતી. છેલ્લા એક વર્ષથી તે ગ્રીષ્માને હેરાન કરી રહ્યો હતો. ફેનિલને ગ્રીષ્માના પરિવાર દ્વારા સમજાવવા છતાં પણ તે શનિવારના રોજ તેના ઘરે આવી ગયો હતો.

ઘરે આવીને તેને સમજાવવા જતા ગ્રીષ્માના મોટા પપ્પા અને ભાઈને ચપ્પાના ઘા માર્યા હતા અને હાથમાં જકડી લીધેલી ગ્રીષ્માનું ગળું કાપી નાખ્યું હતું. આ ઘટનાને લઈને ગુજરાતના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ મૃતક ગ્રીષ્માના પરિવારની મુલાકાત લીધી હતી અને તેને ન્યાય મળશે તેવી હૈયાધારણા પણ આપી હતી.

Niraj Patel