સુંદરતાના મામલામાં ગોવિંદાની દીકરી આપે છે ભલભલા સ્ટારકિડ્સને માત, તસવીરો જોઈને તમે પણ ઘાયલ થઇ જશો, જુઓ

ગોવિંદા બોલિવૂડ ઇન્ડસ્ટ્રીનું એ નામ છે જેના ડાન્સ સ્ટેપ્સ આજે પણ ફોલો કરવામાં આવે છે. ગોવિંદા જ્યારે ફિલ્મોમાં એક્ટ્રેસ સાથે ડાન્સ કરતો જોવા મળતો ત્યારે નજર માત્ર તેના પર જ હોતી. કરિશ્મા કપૂર, રવિના ટંડન અને રાની મુખર્જી સાથે ગોવિંદાની જોડી શાનદાર રહી હતી. પરંતુ આજે ગોવિંદા ફિલ્મોમાં ખાસ નજર નથી આવતો.

90ના દાયકાના આ સુપરસ્ટારની દીકરી ટીના આહુજા પણ ફિલ્મોમાં કરિયર બનાવવાનો પ્રયાસ કરી રહી છે. પરંતુ હજુ સુધી તેને સફળતા મળી નથી. ગોવિંદાની લાડલી દેખાવમાં ઘણા સ્ટાર કિડ્સને માત આપે છે. જો કે ટીના આહુજા હજુ સુધી મોટા પડદા પર કોઈ સફળતા મેળવી શકી નથી. પરંતુ તેની ફેન ફોલોઇંગ્સ સારી છે.

ટીના તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર ખૂબ જ એક્ટિવ રહે છે અને દરરોજ તેની સુંદર તસવીરો શેર કરતી રહે છે. 16 જુલાઈ 1989ના રોજ ગોવિંદાના ઘરે જન્મેલી ટીના આહુજાનું શિક્ષણ મુંબઈમાં થયું છે. ટીનાએ ફેશન ડિઝાઇનિંગમાં ગ્રેજ્યુએશન કર્યું છે. બોલિવૂડમાં પગ મૂકવા માટે તેણે અભિનયની બારીકીઓ પણ શીખી છે.

ટીનાએ ફિલ્મ ઈન્સ્ટિટ્યૂટ લંડનમાંથી એક્ટિંગની ટ્રેનિંગ લીધી છે. આ પછી તેણે સેકન્ડ હેન્ડ હસબન્ડ પંજાબી ફિલ્મથી સિનેમા ઈન્ડસ્ટ્રીમાં પોતાની જગ્યા બનાવી છે. આ ફિલ્મમાં તેની સાથે ગિપ્પી ગ્રેવાલ જોવા મળ્યો હતો. ટીના આહુજા ભલે ફિલ્મોમાં જોવા ન મળી, પરંતુ આ પછી તે ઘણીવાર મ્યુઝિક વીડિયોમાં જોવા મળે છે. આ સાથે તે મોડલિંગ પણ કરે છે.

ટીનાએ એક ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે તે ગોવિંદાની દીકરી હોવા છતાં પોતાનો રસ્તો જાતે બનાવવા માંગે છે. તે પિતાની મદદ પર નહીં પરંતુ પોતાની પ્રતિભાના બળ પર આગળ વધવા માંગે છે. ગોવિંદાએ અનેક ઈન્ટરવ્યુમાં પોતાની દીકરી પર ગર્વ હોવાની વાત પણ કરી છે. તેણે કહ્યું કે તે પોતાની પ્રતિભાના બળ પર આગળ વધી રહી છે. તે પોતાની દીકરીની પ્રોફેશનલ લાઈફમાં દખલ નથી કરતા.

Niraj Patel