ખબર

હજુ સમય છે ચેતી જજો! નરેન્દ્ર મોદી સરકારે કોરોનાને લઈને આપી ગંભીર ચેતવણી- જુઓ શું કહ્યું

દેશમાં કોરોનાનો કહેર હજી યથાવત છે ત્યારે છેલ્લા કેટલાક દિવસોમાં નવા નોંધાતા કેસની સંખ્યામાં ઘટાડો થયો છે, પરંતુ કોરોનાનો કહેર તો હજી ટળ્યો નથી. દેશમાં કોરોનાની બીજી લહેર ખૂબ જ ઘાતક સાબિત થઇ રહી છે ત્યારે આ લહેરમાં ઘણા લોકોની મોત પણ થઇ છે. દેશમાં કોરોનાથી મૃત્યુ પામેલાની કુલ સંખ્યા 2,58,317ને પાર પહોંચી ગઇ છે.

નીતિ આયોગના સભ્ય ડો.વી કે પોલે જણાવ્યું હતું કે દેશમાં કોરોનાની બીજી લહેરનો પીક હજી બાકી છે. ખૂબ જ ટૂંક સમયમાં કોરોના ભારતમાં ઘાતક અને રૌદ્ર સ્વરૂપ લઈ શકે છે.

ડો. વી કે પોલે પત્રકાર પરિષદમાં જણાવ્યુ હતુ કે, પીએમ મોદીએ 17 માર્ચે સંબોધન દરમિયાન કહ્યું હતું કે દેશમાં કોરોનાની બીજી લહેર આવી ગઈ છે. તેમણે કહ્યુ હતુ કે વિશે ચિંતા કરવાની જરૂર નથી અને ચિંતા કર્યા વગર તેમજ ભય વગર હવે આપણે તેની સાથે લડવું પડશે અને પોતાનું રક્ષણ કરવું પડશે.

ડો.વી કે પોલે વધુમાં જણાવ્યું કે આ વાયરસ હજી તેનું રૌદ્ર સ્વરૂપ બતાવશે. અને તે જ કારણે દેશભરમાં તેની પૂર્વ તૈયારીઓ ચાલી રહી છે. સ્વાસ્થ્ય સુવિધાઓને પણ વધારવામાં આવી રહી છે. અને સાથે જ લોકોને કોરોનાના નિયમોનું પાલન પણ કરવું પડશે, જેથી વધુમાં વધુ લોકો સુરક્ષિત રહી શકે.

આ બધા વચ્ચે એક સારા સમાચાર પણ આવ્યા છે. હૈદરાબાદની ગાંધી હોસ્પિટલમાં 110 વર્ષની ઉંમરના રામાનંદ તીર્થ કોરોનામાંથી મુક્ત થયા છે. તેમને કોરોનાના સામાન્ય લક્ષણો હતા. તમને જણાવી દઇએ કે, મોટી ઉંમરના અનેક લોકોએ કોરોનાને હરાવ્યો છે, ત્યારે દેશના સૌથી વયસ્ક વ્યક્તિ કોરોનામાંથી સાજા થઇ ગયા છે.