પાવાગઢમાં મોટી દુર્ઘટના ! ગુડ્સ રોપ વે તૂટતા 6નાં મોત – સમગ્ર પંથકમાં શોકનું વાતાવરણ

પંચમહાલ જિલ્લાના પાવાગઢ ખાતે મંદિર બાંધકામ કાર્ય માટે વપરાતા માલવાહક રોપવે તૂટી પડતાં મોટી દુર્ઘટના બનેલી છે. આ રોપવે મંદિર નિર્માણ કાર્ય માટે બાંધકામ સામગ્રી અને મટીરીયલ ઉપરના ભાગમાં લઈ જવા માટે ઉપયોગમાં લેવાતો હતો. આ ઘટનામાં છ વ્યક્તિઓનાં મોત થયા છે. આ દુ:ખદ ઘટના પાછળનું ચોક્કસ કારણ હજુ સ્પષ્ટ નથી થયું.

આ સમગ્ર દુર્ઘટના કેવી રીતે થઇ તેનો આંખે દેખ્યો ચિતાર આ ગુડ્સ રોપ-વે ને ઓપરેટ કરનાર તનવીર અહેમદે દિવ્ય ભાસ્કરને જણાવ્યો હતો. આ દુર્ઘટનામાં મૃતક દિલીપભાઈ નવલસિંહ કોળીના ભાઇએ જણાવ્યું હતું, મારા ભાઇએ મને કહ્યું કે મારે સિક્યોરિટી ઓફિસમાંથી ફોન આવ્યો છે માટે પાવાગઢ જવું પડશે. પરિવારના સભ્યોને ખબર ન હતી કે આવું થઇ જશે.

ચોથા પિલરથી સરકીને પરત આવેલી ટ્રોલી એટલી જોરદાર રીતે તેના પ્રથમ થાંભલે ટકરાઇ હતી કે થાંભલાની અંદર ઘૂસી ગઇ હતી. તેમજ તેમાં બેઠેલા તમામ લોકોને એટલી જોરદાર ટક્કર વાગી હતી કે તેમના શરીરના હાડાઓ ભાંગીને ભૂક્કો થઇ ગયા. મૃતદેહોના તમામ અંગે વળી ગયા હતા. દુર્ઘટના બાદ હાલોલ રેફરલ હોસ્પિટલ ખાતે હાજર એવા ગુડ્સ રોપ-વે ઓપરેટર તનવીર અહેમદે દિવ્ય ભાસ્કરને આ દર્દનાક ઘટના કેવી રીતે બની તે વર્ણવતા કહ્યું કે,

દોપહર કો મેં રોપવે ઓપરેટ કર રહા થા, ઘને બાદલ છાયે હુવે થે, ઉપર તક દિખ નહીં રહા થા. મેને ટ્રોલી કો ઓપરેટ કિયા ઔર લિફ્ટ ઉપર પહોંચને હી વાલી થી ચૌથે પિલર સે વાપસ આકે ટકરાઇ. ગુડ્સ રોપવે કે કુલ 6 પિલર હૈ ઔર ટ્રોલી ચૌથે પિલર સે વાપસ આયી.

પ્રારંભિક અહેવાલો અનુસાર, સામાન પરિવહન કરતા સમયે તકનીકી ખામી થઈ હોવાની શક્યતા છે. હાલ, આ પ્રસંગ અંગે વિસ્તૃત તપાસ કાર્ય ચાલુ છે.પાવાગઢના વિખ્યાત શક્તિપીઠ સ્થળે આજે માલવાહક રોપવે ભાંગી પડવાની દુર્ઘટના બની છે, જેમાં છ વ્યક્તિઓનું અવસાન થયું છે. રોપવેનું મુખ્ય તાર તૂટી જવાથી આ દુ:ખદ ઘટના સર્જાઈ છે.

અવસાન પામેલા લોકોમાં બે લિફ્ટ ઓપરેટર, બે કામદાર અને અન્ય બે વ્યક્તિઓનો સમાવેશ થાય છે.દુર્ઘટનાની જાણકારી મળતાં જ સ્થાનિક પોલીસ વિભાગ અને ફાયરબ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટનાવાળા સ્થળે પહોંચી ગઈ છે. આ દુર્ઘટનામાં કેટલાક લોકો જખમી પણ થયા છે. હાલમાં ફાયરબ્રિગેડની ટીમ ઘટનાસ્થળે પહોંચીને વધારાની તપાસ હાથ ધરી રહી છે.

સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા પરિસ્થિતિને કાબૂમાં લેવાના સતત પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે.પાવાગઢના માંચીથી મહાકાળી મંદિર સુધી બાંધકામ માટેની જરૂરી સામગ્રી લઈ જવા માટે અલગથી માલવાહક રોપવે બનાવવામાં આવ્યો છે. બાંધકામ માટેનો સામાન પરિવહન કરવા દરમિયાન રોપવેનો તાર ભાંગી જવાથી દુર્ઘટના સર્જાઈ હતી. નોંધનીય બાબત એ છે કે પાવાગઢમાં યાત્રાળુઓને લાવવા અને લઈ જવા માટેનો રોપવે અલગ છે.

Shah Jina
error: Unable To Copy Protected Content!