રેસ્ટોરન્ટમાં ખાવાનું ખાઇ રહ્યા હતા ભારતીય મૂળના કપલ, ત્યારે જ કાચ તોડી ઘુસી SUV…વીડિયો વાયરલ

કલ્પના કરો કે તમે કોઈ રેસ્ટોરન્ટમાં જમતા હોવ, દુનિયાથી અજાણ અને તમને ખબર નથી કે બીજી ક્ષણે તમારી સાથે શું થવાનું છે, તો…થોડીવારમાં એક હાઇ સ્પીડ SUV રેસ્ટોરન્ટનો કાચ તોડીને અંદર ઘૂસી જાય છે. તે ટેબલોને કચડતા આગળ વધે છે. આ ઘટના કદાચ દુઃસ્વપ્ન જેવી લાગશે પણ વાસ્તવિકતામાં આવું બન્યું છે ભારતીય મૂળના એક વૃદ્ધ દંપતી રાજ અને કલા અરિવલાહન સાથે…

30 ઓગસ્ટના રોજ, મેરીલેન્ડમાં રહેતા આ દંપતી રેસ્ટોરન્ટમાં તેમના ટેબલ પર શાંતિથી જમી રહ્યા હતા, પરંતુ અચાનક એક SUV કાચ તોડીને તેમના ટેબલ સાથે અથડાઈ. ટેબલ પલટી ગયું અને બંને ફ્લોર પર પડી ગયા. રીપોર્ટ અનુસાર, અકસ્માત સમયે તેઓ તેમના પુત્ર સાથે ફોન પર વાત કરી રહ્યા હતા. રાજે જણાવ્યું કે કાર અંદર ઘૂસી ગઈ અને હું પડી ગયો, કલા બીજી બાજુ ધકેલાઇ ગઇ. હું ફ્લોર પર સરકતો ચાલ્યો ગયો.

કલાએ કહ્યું કે એક ક્ષણ માટે મને લાગ્યું કે મેં રાજને ગુમાવી દીધા છે, મારું હૃદય હચમચી ગયું. સદનસીબે, કાર બંધ થઈ ગઈ નહીં તો મોટો અકસ્માત થઈ શક્યો હોત. કાચ વચ્ચે ફસાઈ જવાથી રાજને નાની ઈજાઓ થઈ હતી, પરંતુ તેનો જીવ બચી ગયો. પોલીસના જણાવ્યા અનુસાર, ડ્રાઇવરે ભૂલથી કાર રિવર્સ કરવાને બદલે ડ્રાઇવ મોડમાં મૂકી દીધી. બ્રેક છૂટતાની સાથે જ SUV રેસ્ટોરન્ટમાં ઘૂસી ગઈ. ડ્રાઇવર સામે હજુ સુધી કોઈ આરોપ દાખલ કરવામાં આવ્યો નથી, તપાસ ચાલુ છે. આ ઘટના અમેરિકાના ટેક્સાસના એક ભારતીય રેસ્ટોરન્ટ છે.

Previous Article

પાવાગઢમાં મોટી દુર્ઘટના ! ગુડ્સ રોપ વે તૂટતા 6નાં મોત - સમગ્ર પંથકમાં શોકનું વાતાવરણ

Next Article

મોડી રાત્રે શિકારી બની નીકળી મલાઇકા અરોરા, 51 ની ઉંમરે હાલ જોઇ લોકો બોલ્યા- વલ્ગૈરિટી....

error: Protected Content!