US ના સ્ટોરમાં રેગ્યુલર ચોરી કરવા જતી હતી મહિલા, પકડાઇ ગઇ તો પોલિસ આગળ હાથ જોડી માફી માગવા લાગી- વીડિયો થયો વાયરલ
હાથ જોડી ધ્રુજતી રહી….અમેરિકામાં ચોરી કરતી પકડાઇ વધુ એક ભારતીય મહિલા, જુઓ વાયરલ વીડિયો
US મા ટાર્ગેટ સ્ટોરમાં એવું તો શું કરી રહી હતી ભારતીય મહિલા કે પકડાવા પર રડવા લાગી….ઉગલી દીધી પૂરી હકિકત
સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં જોવા મળી રહ્યું છે કે અમેરિકાના ટાર્ગેટ સ્ટોરમાં ચોરી કરતી વખતે એક ભારતીય મહિલા પોલીસના હાથે ઝડપાઈ ગઈ. આ વીડિયો 15 જાન્યુઆરીનો છે. ક્લિપમાં ગુજરાતની રહેવાસી મહિલા એટલી હદે રડતી જોવા મળી રહી છે કે તેના માટે શ્વાસ લેવાનું પણ મુશ્કેલ બની રહ્યું છે. ત્યાં પોલીસ અધિકારીઓ તેની પૂછપરછ કરવાનો પ્રયાસ કરી રહ્યા હતા. વીડિયોમાં બતાવવામાં આવ્યું છે કે વાતચીતની શરૂઆતમાં એક અધિકારીએ તેને કહ્યું, “તમને હમણાં ક્યાંય જવા દેવામાં આવશે નહીં.”

જ્યારે તેને શ્વાસ લેવામાં તકલીફ પડી રહી છે, ત્યારે પોલીસ તેને શાંત પાડતી જોવા મળી રહી છે. વીડિયોમાં એક પોલીસ અધિકારીને કહેતા સાંભળી શકાય છે, “મારા પર એક કૃપા કરો, શક્ય તેટલો ઊંડો શ્વાસ લો. તમારે ઊંડો શ્વાસ લેવો પડશે. હાયપરવેન્ટિલેટ ન કરો. કારણ કે મારે તમારી સાથે વાત કરવી છે, અને હું તમારી સાથે આ રીતે શ્વાસ લેતા વાત નહિ કરી શકું.” પોલીસે તેને પૂછ્યું કે શું તે અંગ્રેજી બોલે છે. આના પર મહિલાએ જવાબ આપ્યો, “બહુ સારું નથી.” પોલીસે પછી તેને પૂછ્યું કે તે કઈ ભાષા સારી રીતે જાણે છે.

તેણે જવાબ આપ્યો, “ગુજરાતી.” ત્યારબાદ મહિલા પુષ્ટિ કરે છે કે તે ભારતની છે. મહિલાએ અધિકારીઓને કહ્યું કે તેને ટ્રાન્સલેટરની જરૂર નથી (જે તેના માટે ભાષાંતર કરી શકે છે). મહિલાની સ્થિતિ જોઈને, પોલીસે વધુ પૂછપરછ કરી કે શું તેને કોઈ બીમારી છે કે કોઈ તબીબી સ્થિતિ છે. પૂછપરછ દરમિયાન સ્ટોર સ્ટાફે અધિકારીઓને મહિલા ચેકઆઉટ પાસેથી વસ્તુઓ ભરેલી ગાડી સાથે પસાર થતી જોઈતી CCTV ફૂટેજ પણ બતાવી. સ્ટોર સ્ટાફે એમ પણ કહ્યું કે તે નિયમિતપણે સ્ટોરમાંથી વસ્તુઓ ખરીદતી હતી, પરંતુ આ પહેલી વાર હતું જ્યારે તે સ્ટોરમાંથી ચોરી કરતી પકડાઈ હતી.

મહિલાએ સ્વીકાર્યું કે તે સ્ટોરમાંથી લીધેલી કેટલીક વસ્તુઓ ફરીથી વેચવાનો ઇરાદો ધરાવે છે. અધિકારીઓએ મહિલાને કહ્યું કે તેને આ કેસના સંદર્ભમાં કોર્ટમાં હાજર થવું પડશે. જુલાઈમાં, યુએસના ઇલિનોઇસમાં ટાર્ગેટ સ્ટોરમાંથી લગભગ 1.1 લાખ રૂપિયાની કિંમતની વસ્તુઓ ચોરી કરવા બદલ બીજી ભારતીય મહિલાની ધરપકડ કરવામાં આવી હતી. તેણે સ્ટોરમાં સાત કલાકથી વધુ સમય વિતાવ્યો હોવાના અહેવાલ છે, પરંતુ પૈસા ચૂકવ્યા વિના સામાન ભરેલી ગાડી લઈને નીકળવાનો પ્રયાસ કર્યો હતો. તે સમયે પણ, આ વીડિયો વાયરલ થયો હતો.
Gujju Zindagi
First, in India, they Vote for a ‘Vote Chor’.
Then, they take the Dunki Route to the US, commit ‘Chori’ (Theft) there, and Get Caught.And Repeatedly Bring Shame to the Country.
📍This Gujarati Girl was caught Shoplifting in the US.#Gujarat #MissionRojgarUP… pic.twitter.com/gIGC07dvrm
— তন্ময় l T͞anmoy l (@tanmoyofc) September 7, 2025
