BREAKING: શું અજય દેવગનની ફેમસ હિરોઇનનું રોડ અકસ્માતમાં મોત થયુ ? હકિકત આવી સામે

‘હું જીવતી છું અને બિલકુલ ઠીક છું…’ કાજલ અગ્રવાલે પોતાની જ મોતની અફવાઓ પર તોડી ચુપ્પી, લોકોને કરી આ અપીલ

શું સાઉથ અને બોલિવૂડ ફિલ્મોમાં પોતાની અભિનય કુશળતા બતાવનાર એક્ટ્રેસ કાજલ અગ્રવાલનું નિધન થયું છે ? આ અહેવાલો સોશિયલ મીડિયા પર આવ્યા જેના પછી હોબાળો મચી ગયો. કેટલાક અહેવાલોમાં એવો દાવો કરવામાં આવ્યો હતો કે કાજલનું મૃત્યુ રોડ અકસ્માતમાં થયું છે. આ સમાચાર વાયરલ થયા પછી અભિનેત્રી પોતે સામે આવી અને આ ખબરોને અફવા ગણાવી. તેણે તેના ચાહકોને ખાતરી આપી કે તે સંપૂર્ણપણે સુરક્ષિત અને સ્વસ્થ છે.

9 સપ્ટેમ્બરે રાત્રે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર સમાચાર વાયરલ થયા કે કાજલ અગ્રવાલનું રોડ અકસ્માતમાં મૃત્યુ થયું છે. એવો દાવો કરવામાં આવ્યો હતો કે કાજલ અગ્રવાલ એક ગંભીર માર્ગ અકસ્માતમાં ઘાયલ થઈ હતી અને તેના કારણે તેનું મૃત્યુ થયું. આ સમાચાર એટલા ઝડપથી ફેલાઈ ગયા કે #KajalAggarwal ટ્રેન્ડ થવા લાગ્યુ. જો કે કાજલે તરત જ આ અફવાઓનો અંત લાવવા માટે સોશિયલ મીડિયાનો સહારો લીધો.

આ અફવાઓ વચ્ચે કાજલ અગ્રવાલ પોતે આગળ આવી અને આ અહેવાલોને નકાર્યા. તેણે ઇન્સ્ટાગ્રામ સ્ટોરી અને X એકાઉન્ટ પર પોસ્ટ કરી લખ્યું, ‘મેં કેટલીક સબૂત વિનાની ખબર જોઇ જેમાં દાવો કરવામાં આવ્યો છે કે હું અકસ્માતમાં ઘાયલ થઈ છું અને હવે આ દુનિયામાં નથી રહી !’ સાચું કહું તો, તે એકદમ વિચિત્ર છે કારણ કે તે એકદમ ખોટું છે.

ભગવાનની કૃપાથી, હું તમને બધાને ખાતરી આપવા માંગુ છું કે હું એકદમ ઠીક છું, સલામત છું અને ખૂબ જ સારી છું. હું તમને નમ્ર વિનંતી કરું છું કે આવા ખોટા સમાચાર પર વિશ્વાસ ન કરો અથવા તેનો પ્રચાર ન કરો. ચાલો આપણે આપણી ઉર્જા સકારાત્મકતા અને સત્ય પર કેન્દ્રિત કરીએ.’ વર્કફ્રન્ટની વાત કરીએ તો કાજલ અગ્રવાલે હાલમાં જ વિષ્ણુ માંચૂની ફિલ્મ ‘કનપ્પા’માં કામ કર્યું.

આ ઉપરાંત તે સલમાન ખાન અને રશ્મિકા મંદાના સાથે બોલિવૂડ ફિલ્મ સિકંદરમાં પણ જોવા મળી હતી. તેનો અપકમિંગ પ્રોજેક્ટ કમલ હાસન સાથે ‘ઇન્ડિયન 3’ છે. આ સાથે તે નિતેશ તિવારીની બે ભાગની મહાકાવ્ય ફિલ્મ ‘રામાયણ’નો પણ ભાગ છે. અહેવાલો અનુસાર, આ ફિલ્મમાં, કાજલ યશની સામે ‘મંદોદરી’ ની ભૂમિકામાં જોવા મળશે, જે રાવણની પત્નીનું પાત્ર છે. આ ફિલ્મમાં રણબીર કપૂર અને સાઈ પલ્લવી મુખ્ય ભૂમિકામાં છે.

Previous Article

બ્રાલેટ-શોર્ટ સ્કર્ટમાં નેહા કક્કડનો ગ્લેમરસ લુક, પાણીમાં આપ્યા કિલર પોઝ, ફેન્સ થયા ફિદા

Next Article

નેપાળના નાણામંત્રીની ફિલ્મી અંદાજમાં પિટાઇ, Gen-Z યુવાનોએ રસ્તા પર દોડાવી-દોડાવી વરસાવ્યા લાત-મુક્કા

error: Unable To Copy Protected Content!