રમતા રમતા થમી ગઇ 10 વર્ષના માસૂમની ધડકન, ગણેશ પંડાલમાં આવ્યો હાર્ટ એટેક- માતાના ખોળામાં તોડ્યો દમ

ગણપતિ પંડાલમાં રમી રહ્યો હતો 10 વર્ષનો માસૂમ બાળક, ત્યાં જ આવ્યો હાર્ટ એટેક- ઘરે આવી માતાના ખોળામાં સૂતા જ ચાલ્યો ગયો જીવ

મહારાષ્ટ્રના કોલ્હાપુર જિલ્લામાંથી આશ્ચર્યજનક મામલો સામે આવ્યો છે. કોલ્હાપુરના પન્હાલા તાલુકાના કોડોલી ગામમાં દુઃખદ ઘટના બની, જેમાં દસ વર્ષીય છોકરા શ્રવણ અજિત ગાવડેનું હૃદયની તકલીફથી અવસાન થયું. છોકરો રમતા-રમતા અચાનક બીમાર પડ્યો અને ઘરે દોડીને માતાના ખોળામાં સૂઇ ગયો, જ્યાં તેણે અંતિમ શ્વાસ લીધા. આ ઘટનાથી કોડોલી અને આસપાસના વિસ્તારમાં શોકની લહેર દોડી ગઈ.

પ્રાપ્ત માહિતી અનુસાર, શ્રવણ તેના પરિવાર સાથે વૈભવ નગરમાં રહેતો હતો. ગુરુવારે સાંજે તે ગણપતિ પંડાલમાં અન્ય બાળકો સાથે રમી રહ્યો હતો. રમતા સમયે અચાનક તેની તબિયત બગડી ગઈ. બાળકે તરત જ ઘર તરફ દોટ મારી અને માતા પાસે પહોંચ્યો, જો કે કેટલીક જ ક્ષણોમાં તેનું અવસાન થઈ ગયું. પ્રારંભિક માહિતી અનુસાર, બાળકનું અવસાન હાર્ટ એટેકને કારણે થયું હોવાનું કહેવાય છે. શ્રવણના અચાનક અને દુઃખદ અવસાનથી ગાવડે પરિવારમાં ઊંડો શોક ફેલાયો છે.

Previous Article

FACT CHECK: નાની ડ્રેસમાં મહાકુંભની મોનાલિસાએ કરી મોડેલિંગ? આવું ટ્રાન્સફોર્મેશન જોઈને લોકો ચોંકી ગયા...

Next Article

'હું સ્પામાં હતી, કેટલાક લોકો આવ્યા અને...' નેપાળમાં ફસાયેલી ભારતની ઉપાસના ગિલે સંભળાવી આપવીતી- વીડિયો શેર કરી જણાવ્યુ કેવી છે હાલત

error: Unable To Copy Protected Content!