બુધ ગોચર 2025: 15 સપ્ટેમ્બરે ગ્રહોનો રાજકુમાર કન્યા રાશિમાં કરશે પ્રવેશ, બદલાશે અનેક રાશિઓની કિસ્મત

બુધ ગોચર 2025: વૈદિક પંચાંગ મુજબ 15 સપ્ટેમ્બરના રોજ સવારે 11:10 વાગ્યે ગ્રહોનો રાજકુમાર બુધ પોતાની સ્વરાશિ કન્યા રાશિમાં પ્રવેશ કરશે. આ ગોચર ઘણી રાશિઓ માટે અનુકૂળ સાબિત થવાનો છે. જ્યોતિષશાસ્ત્રમાં બુધને બુદ્ધિ, સંચાર, વેપાર અને તર્કશક્તિનો કારક માનવામાં આવે છે. તેની સ્વરાશિમાં ગોચર થવાથી અનેક શુભ ફળોની પ્રાપ્તિ થઈ શકે છે.

કન્યા: રાશિમાં બુધનું ગોચર સંચારમાં સ્પષ્ટતા, વિશ્લેષણાત્મક શક્તિ અને કાર્યકુશળતાને પ્રોત્સાહન આપશે. આ સમય શિક્ષણ, લેખન, ટેક્નોલોજી અને વેપાર માટે અત્યંત અનુકૂળ માનવામાં આવે છે. કન્યા રાશિનું સ્વભાવ વ્યવસ્થિત અને પૂર્ણતાવાદી હોવાથી આ સમયગાળા દરમિયાન કાર્યમાં પરિપૂર્ણતા અને સુવ્યવસ્થા દેખાશે.

મિથુન: રાશિના જાતકો માટે આ ગોચર ચોથા ભાવમાં થશે. જેના કારણે ઘર, પરિવાર અને મિલકત સંબંધિત કાર્યોમાં સુખદ પરિણામ મળશે. નવું ઘર કે વાહન ખરીદવાની સંભાવના બનશે. માતા સાથેનો સંબંધ મજબૂત બનશે અને વાતચીત કે લેખનક્ષેત્રે સફળતા પ્રાપ્ત થઈ શકે છે.

તુલા: રાશિના જાતકો માટે બુધ બારમા ભાવમાં ગોચર કરશે. જેના કારણે વિદેશી યાત્રા, ઉચ્ચ શિક્ષણ અને આધ્યાત્મિક પ્રવૃત્તિઓમાં લાભદાયક પરિસ્થિતિ સર્જાશે. વિદેશી વેપાર કે નવા સંપર્કોથી અણધાર્યો લાભ મળી શકે છે. જો કે, આ સમયગાળામાં ખર્ચ પર નિયંત્રણ રાખવું અત્યંત જરૂરી રહેશે.

ધનુ: રાશિ માટે બુધ દસમા ભાવમાં ગોચર કરશે. આ સ્થાન કારકિર્દી અને સામાજિક પ્રતિષ્ઠા સાથે સંબંધિત છે. જેના કારણે વ્યવસાયમાં વિસ્તરણ, પ્રમોશન અથવા નવા પ્રોજેક્ટ્સમાં તક મળી શકે છે. વાતચીતની કળા અને બુદ્ધિમત્તાથી તમે કાર્યસ્થળ પર લોકપ્રિય બનશો. આ સમય વ્યાવસાયિક વૃદ્ધિ માટે અત્યંત સકારાત્મક છે.

મકર: રાશિના જાતકો માટે બુધ નવમા ભાવમાં ગોચર કરશે, જે ભાગ્ય, ઉચ્ચ શિક્ષણ અને લાંબી મુસાફરી સાથે સંકળાયેલ છે. આ ગોચર તમારી પ્રગતિ માટે અનુકૂળ રહેશે. ઉચ્ચ શિક્ષણ કે સંશોધનમાં સફળતા મળશે. ધાર્મિક યાત્રાઓ કે વિદેશી સંપર્કો ફાયદાકારક બની શકે છે. તમારી યોજનાઓને વ્યવસ્થિત રીતે અમલમાં મૂકો તો ભાગ્યનું પૂરું સાથ મળશે.

બુધનો આ સ્વરાશિમાં ગોચર કેટલીક રાશિઓ માટે જીવનમાં મોટા પરિવર્તન લઈને આવશે. જ્યાં એક તરફ કામ અને કારકિર્દીમાં પ્રગતિની તકો મળશે, ત્યાં બીજી તરફ વ્યક્તિગત જીવનમાં પણ સુખ-શાંતિ અને સંતોષ અનુભવાશે. યોગ્ય આયોજન, સકારાત્મક વલણ અને મહેનત દ્વારા આ શુભ સમયનો લાભ વધારે પ્રમાણમાં મેળવી શકાય છે.

(Disclaimer: ઉપરોક્ત માહિતી માન્યતા અને જાણકારીઓ તેમજ જ્યોતિષીય પર આધારિત છે, ગુજ્જુરોકસ આની પુષ્ટિ કરતુ નથી.)

Previous Article

નવી મહિન્દ્રા થાર લેવા ગયા અને મહિલાએ પૂજા કરતી વખતે એક્સિલેટર દબાયું અને કાર આવી નીચે ધડામ દઈને, જુઓ

Next Article

ચાલુ ટ્રેનમાંથી કૂદી બોલિવુડની ફેમસ એક્ટ્રેસ, ખરાબ રીતે થઇ ઘાયલ, કહ્યુ- બહુ દર્દ...

error: Protected Content!