ટ્રેનના એસી કોચમાં મહિલાએ સળગાવી સિગારેટ, રોકતા જ થયો બવાલ, વીડિયો વાયરલ!

ટ્રેનના AC કોચમાં મહિલાએ સળગાવી સિગારેટ, રોકતા જ ભડકી ગઈ, વીડિયો વાયરલ

નવી દિલ્હી: સોશિયલ મીડિયા પર એક વીડિયો તેજીથી વાયરલ થઈ રહ્યો છે જેમાં એક મહિલા ટ્રેનના એસી કોચમાં સિગારેટ પીતી નજરે પડી રહી છે. ઘટના ત્યારે વિવાદાસ્પદ બની ગઈ જ્યારે એક મુસાફરે તેને રોકવાનો પ્રયાસ કર્યો અને મહિલા તરત જ ભડકી ઉઠી. રોકવા બદલે તેણે જોરદાર વાદવિવાદ શરૂ કરી દીધો. વીડિયો જાહેર થતાં જ નેટિઝન્સમાં ભારે ગુસ્સો જોવા મળ્યો છે.

વીડિયોમાં સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે મુસાફરો તેને વારંવાર મનાવે છે છતાં તે સિગારેટ પીવાનું બંધ નથી કરતી. પુરુષ મુસાફર સામે તે ગુસ્સાથી કહે છે કે “હું તમારાં પૈસાનો નથી ફૂંકતી, મારો વીડિયો ડિલીટ કર.” મહિલાની આ ટકોર અને આગ્રહને કારણે કોચમાં તણાવ સર્જાયો. વારંવાર ડિલીટ કરવાની માગણી કરતી તે મુસાફર સાથે તીખી બોલચાલ કરતી રહી.

આ મામલે સોશિયલ મીડિયા પર લોકોએ કડક પ્રતિસાદ આપ્યો છે. એક યુઝરે લખ્યું કે જાહેર જગ્યાએ સ્મોકિંગ કરવું બીજાના અધિકારોનું ઉલ્લંઘન છે, ખાસ કરીને ટ્રેનમાં આવી હરકત અશોભનિય છે. તેણે @RailMinIndia ને ટેગ કરી મહિલાને દંડ અને કડક સજા કરવાની માંગ કરી.


‘રેલવે સેવા’ નામના સત્તાવાર એકાઉન્ટે પણ આ ઘટનાનો જવાબ આપ્યો છે. તેમણે કહ્યું કે આ મુદ્દો સંબંધિત અધિકારીઓને મોકલી દેવામાં આવ્યો છે અને કાર્યવાહી કરવામાં આવશે.

ઘણા નેટિઝન્સે મહિલાના વર્તનને લઈને કડક શબ્દોમાં નિંદા કરી છે. તેમણે કહ્યું કે જાહેરમાં ધૂમ્રપાન કરવું પોતે જ ગુનો છે, છતાં મહિલા વીડિયો બનાવનારને જ ખોટો ગણાવવાનો પ્રયાસ કરી રહી હતી. કેટલાકે સ્પષ્ટ લખ્યું કે મહિલાએ સહ-મુસાફરોની વાજબી આપત્તિને અવગણીને ‘મહિલા કાર્ડ’ રમવાનો પ્રયાસ કર્યો, પરંતુ આ બહાનું હવે કોઈ કામ લાગવાનું નથી.

Aanchal
error: Unable To Copy Protected Content!