મહામારીના અસલી હીરો : કોરોનાએ છીનવી લીધો એકનો એક દીકરો, હવે માતા-પિતા FD તોડી બચાવી રહ્યા છે બીજાનું જીવન

મહામારીના અસલી હીરોને કોણ કોણ સલામ કરશે? સ્ટોરી વાંચીને ગર્વથી છાતી ન ફુલાય તો કહેજો

કોરોના વાયરસ વિરૂદ્ધ જંગ લડી રહેલા દર્દીઓને ગુજરાતના અમદાવાદમાં રહેનાર રસિક મહેતા અને તેેમની પત્ની કલ્પનાબેન મદદ કરી રહ્યા છે. ગયા વર્ષે 2020માં કોરોના વાયરસને કારણે તેમણે તેમનો દીકરો ગુમાવ્યો હતો, પરંતુ હવે કોઇની પણ કોરોનાથી મોત ના થાય તે માટે દીકરા માટે કરાવેલી 15 લાખની FDને રસિક મહેતા અને તેમની પત્ની કોરોનાના દર્દીઓની સારવાર પર ખર્ચ કરી રહ્યા છે.

કોરોના મહામારીના આ સમયમાં રસિક મહેતા અને તેમની પત્ની માણસાઇની એક મિસાલ બન્યા છે. કપલ એક વર્ષથી એ લોકોની મદદ કરી રહ્યા છે, જે મહામારીની ઝપેટમાં આવીને જીવન સાથે જંગ લડી રહ્યા છે. તેના માટે તેઓ લાખો રૂપિયા ખર્ચ કરી પોતાના પૈસાથી સંક્રમિત દર્દીઓની સારવાર કરાવી રહ્યા છે. તેઓ અત્યાર સુધી 200 આઇસોલેટ દર્દીઓને કોરોના કિટ ઉપલબ્ધ કરાવી ચૂક્યા છે.

પ્રતિકાત્મક તસવીર

તમને જણાવી દઇએ કે, ગયા વર્ષે રસિક મહેતા અને કલ્પના મહેતાએ તેમના એકના એક દીકરાને ગુમાવ્યો હતો. તે બાદ તેમણે નક્કી કર્યુ હતુ કે તેઓ કોરોના મહામારીને કારણે બીજા કોઇને મરવા નહિ દે. તે કહે છે કે, જે તેમના સાથે થયુ તેવું ભગવાન કોઇની પણ સાથે ના કરે. આ કપલે બીજાની મદદ માટે તેમના દીકરાની 15 લાખ રૂપિયાની FD પણ તોડાવી દીધી. કારણ કે સમય પર કોઇને સારવાર મળે. એટલું જ નહિ તેમણે તેમની ગાડીને પણ એંબુલેંસ બનાવીને સેવામાં લગાવી દીધી.

પ્રતિકાત્મક તસવીર

કપલ રોજ સવારે આવા લોકોની તપાસમાં લાગી જાય છે, જે વેક્સિનથી મહરૂમ છે, તે બાદ તે લોકોને આ કપલ તેમની ગાડીમાં વેક્સિન લગાવવા પણ લઇને જાય છે.

Shah Jina