સોનું ખરીદવું હોય તો વાંચી લો આ નિયમ, 1 જૂનથી સોનુ ખરીદવા અને વેચવા લાગુ થઇ રહ્યો છે નિયમ લાગુ

ગોલ્ડ લેવાનું વિચારો છો? તો આ ખાસ ધ્યાન રાખજો, 1 જૂનથી આ નિયમ ફરજીયાત

1 જૂન બાદ નવા નિયમ અનુસાર હોલમાર્ક વિનાનું સોનું વેચી શકાશે નહીં. સરકારે કહ્યું છે કે, કવોલિટીના સોનાનું જ વેચાણ કરી શકાશે.

સરકારે ગોલ્ડ જ્વેલરી માટે હોલમાર્કને જરૂરી કર્યો છે. 1 જૂન 2021 બાદ હોલમાર્ક વિનાના સોનાના દાગીના વેચી શકાશે નહીં. બ્યૂરો ઓફ ઇન્ડિયન સ્ટેન્ડર્ડ એટલે કે BISએ નોટિફિકેશન જાહેર કર્યું છે. દરેક રજિસ્ટર્ડ જ્વેલર્સને જાણકારી આપી છે કે હવે સોનાની શુદ્ધતા હવે 3 ગ્રેડમાં થશે. પહેલું 22 કેરેટ, બીજું 18 કેરેટ અને ત્રીજું 14 કેરેટ.

પ્રતિકાત્મક તસવીર

હોલમાર્ક એ સોનાની શુદ્ધતાનું માપ છે. આ હેઠળ BIS દરેક સોનાના આભૂષણો પરના નિશાન દ્વારા શુદ્ધતાની બાંયધરી આપે છે. કેન્દ્રએ સ્પષ્ટતા કરી છે કે હોલમાર્ક ફરજિયાત થયા પછી દેશમાં ફક્ત 14, 18 અને 22 કેરેટના સોનાના દાગીના વેચવામાં આવશે. આ દ્વારા સમાન આંકડો મળી આવે છે કે જ્વેલરીમાં કિંમતી ધાતુ કેટલી છે અને તેની પાસે સત્તાવાર મહોર છે. એક રીતે, એમ કહી શકાય કે આ હોલમાર્કિંગ સરકાર દ્વારા આપવામાં આવેલા સોનાની શુદ્ધતાની ગેરંટી હોય છે.

પ્રતિકાત્મક તસવીર

ગોલ્ડને માટે હોલમાર્કિંગ તેની શુદ્ધતાની ઓળખ છે. હાલમાં તે અનિવાર્ય નથી. તેની પહેલી ડેડલાઈન 15 જાન્યુઆરી 2021 હતી. જ્વેલર્સ એસોસિએશનની માંગ પર તેને વધારીને 1 જૂન 2021 કરી દેવામાં આવી છે. ભારત મોટા પાયે સોનાની આયાત કરે છે અને તેને કન્ઝ્યુમ પણ કરે છે.

Shah Jina