સુરતમાં વેચાઈ રહી છે સોનાની ઘારી, એક કિલો ઘારીની કિંમત સાંભળીને જ ચક્કર આવી જશે, જાણો શું છે એવું તો ખાસ આ ઘારીમાં ?

વર્ષોથી આપણે એક કહેવત સાંભળતા આવ્યા છીએ કે “સુરતનું જમણ અને કાશીનું મરણ !” સુરત ખાણીપીણી માટે ખુબ જ જાણીતું છે. એ પછી સુરતી લોચો હોય, ખમણ હોય કે પછી ઘારી. સુરતની ઘારી દેશ વિદેશમાં પ્રખ્યાત છે અને દર વર્ષે સુરતમાંથી ઘારી બની અને દુનિયાના ખૂણે ખૂણે પહોંચતી હોય છે.

ત્યારે હાલ શરદ પૂર્ણિમાના બીજા દિવસે ચંદી પડવાના અવસર ઉપર એક વેપારી દ્વારા સોનાની ઘારી બનાવવામાં આવી અને આ સોનાની ઘારી ખરીદવા માટે અમદાવાદ, મુંબઈ ઉપરાંત અમેરિકાથી પણ ઓર્ડર બુક કરાવવામાં આવ્યા છે. આ સોનાની ઘારી ખરીદવી અને ખાવી કોઈ સામાન્ય વ્યક્તિની વાત નથી.

આ ઘારીની કિંમત 11,000 રૂપિયા પ્રતિ કિલોગ્રામ રાખવામાં આવી છે. જે સામાન્ય ઘારી કરતા પણ નવથી દસ ઘણો વધારે છે. આ ઘારી ખાસ ચંદી પડવાને ધ્યાનમાં લઈને જ બનાવવામાં આવી છે, સોશિયલ મીડિયામાં પણ આ ઘારીની તસવીરો અને કિંમત ચર્ચાનો વિષય પણ બની છે.

આ ઘારીની ખાસ વિશેષતા એ છે કે આ ઘારી ખાધા બાદ સ્વાસ્થ્યને કોઈપણ જાતનું નુકશાન પહોંચતું નથી. બજારમાં મળતી સામાન્ય ઘારીનાં ભાવ પ્રતિ કિલોગ્રામ 700 રૂપિયાથી લઈને 1040 રૂપિયા સુધી હોય છે, જયારે આ ગોલ્ડ ઘારીની કિંમત 1 કિલોના 11 હજાર રૂપિયા હોવાના કારણે પણ લોકોમાં આકર્ષણનું કેન્દ્ર બની છે.
(સૌજન્ય: ન્યુઝ 18 ગુજરાતી)

Niraj Patel