ખભા ઉપર મહાદેવને મૂકીને ગર્વથી ચાલવા લાગ્યો આ ભક્ત, નજારો જોઈને લોકોએ કહ્યું, “હર હર મહાદેવ !” જુઓ વીડિયો

દેશભરમાં પવિત્ર શ્રાવણ માસની શરૂઆત થઇ ગઈ છે અને ભક્તો પણ શિવજીના રંગે રંગાઈ ગયા છે, મહાદેવના મંદિરમાં ભક્તોની ભારે ભીડ પણ જામવા લાગી છે. ત્યારે ઘણા શિવભક્તો ખભા પર કાવડ લઈને જળ લેવા રસ્તામાં ચાલે છે. તેઓ દૂર દૂર જઈને પવિત્ર નદીમાંથી પાણી ભરે છે અને પછી ભગવાન ભોલેનાથને શ્રાવણના સોમવારે અથવા શિવરાત્રીના દિવસે જળ ચઢાવે છે. આજે પણ લોકો આ ખૂબ જૂની પરંપરા કરતા આવ્યા છે. કેટલાક લોકો પોતાના ખભા પર ભારે કાવડ રાખે છે અને પછી પગપાળા નીકળે છે.

કાવડિયાઓના પગ ભલે થાકી જાય, પરંતુ તેમનું મન થાકતું નથી કારણ કે તેઓ ભગવાન શંકરને શ્રદ્ધાપૂર્વક જળ અર્પણ કરવા માગે છે. તમે તેમને દિવસ-રાત રસ્તાની બાજુએ ચાલતા જોઈ શકો છો. તે ભોલે શંકરને શ્રદ્ધાપૂર્વક જળ અર્પણ કરવા માંગે છે. આવો જ આદર એક કાવડિયામાં જોવા મળ્યો, જેણે કાવડને બદલે ભોલે શંકરને પોતાના ખભા પર બેસાડ્યા.

વાયરલ થઇ રહેલા વીડિયોમાં એક કાવડિયો ભગવાન શંકરની મૂર્તિને કાવડની જગ્યાએ પોતાના ખભા પર મૂકીને રસ્તા પર નીકળી જાય છે. તેણે ભગવાન શંકરની મૂર્તિ બનાવડાવી અને તેને સારી રીતે તૈયાર કરાવી. ભગવાન શંકરની મૂર્તિ ખૂબ જ સુંદર દેખાઈ રહી છે. આ વીડિયોમાં તમે જોઈ શકો છો કે કાવડિયો પોતાની સાથે ટેબલ લઈને જઈ રહ્યા છે અને થાકી જતા ભગવાન શંકરને ટેબલ પર બેસાડીને પોતે આરામ કરવા લાગે છે. થોડી વાર પછી જ્યારે તે આરામ પૂરો કરે છે, ત્યારે તે ટેબલને તેના ખભા પર મૂકે છે અને પછી ભગવાન ભોલેનાથની મૂર્તિને તેના ખભા પર રાખે છે અને આગળ ચાલે છે.

 

View this post on Instagram

 

A post shared by KAVI HARSANA (@harsanakavi)

આ વીડિયો ઈન્ટરનેટ પર જોરદાર વાયરલ થઈ રહ્યો છે. આ કાવડિયાએ અન્ય લોકોથી અલગ વિચાર્યું અને કાવડના બદલે ભગવાન શંકરની મૂર્તિ પોતાના ખભા પર લઈ જઈ રહ્યા છે. સોશિયલ મીડિયા પર આ વીડિયો આવતાની સાથે જ લોકોએ ભરપૂર પ્રેમ વરસાવ્યો હતો. આ વીડિયો ઈન્સ્ટાગ્રામ પર હરસનકવિ નામના એકાઉન્ટ દ્વારા શેર કરવામાં આવ્યો છે. ઘણા લોકો આ વીડિયોને જોઈને હર હર મહાદેવની કોમેન્ટ પણ કરી રહ્યા છે.

Niraj Patel