કુદરતનો અદભુત ચમત્કાર: આસ્થાનું પ્રતીક બની ગયો આ બકરો, કુદરતે શરીર ઉપર એવું કામ કર્યું કે લોકો આટલા લાખ આપવા તૈયાર

દુનિયાભરની અંદર ઘણા એવા પ્રાણીઓ હોય છે જેમના શરીરમાં કોઈ એવી વિશિષ્ટ વસ્તુ જેવા મળે છે જેના કારણે તે આકર્ષણનું કેન્દ્ર પણ બની જાય છે. ઘણા લોકોએ પાંચ પગ વાળી ગાય પણ જોઈ હશે, પરંતુ હાલ સોશિયલ મીડિયા ઉપર એક બકરાની ચર્ચાઓ ખુબ જ ચાલી રહી છે.

સામાન્ય દેખાતા આ બકરાના શરીર ઉપર કુદરતે એવી વસ્તુ સર્જી દીધી છે જેના કારણે તેની બોલબાલા આખા દેશમાં થઇ ગઈ છે. આ બકરાના શરીર ઉપર એક તરફ ૐ જોવા મળી રહ્યો છે તો બીજી તરફ મોહમ્મદનું નામ દેખાઈ રહ્યું છે.

આ અનોખો બકરો જોવા મળ્યો છે યુપીના અમરોહામાં આવેલા ઔદ્યોગિક નગર ગજરૌલાના ખ્યાલીપુર ગામમાં. જેને સમગ્ર પંથકમાં હેરાની જન્માવી દીધી હતી. આ વાતની ખબરો સોશિયલ મીડિયા ઉપર વાયરલ થવાની સાથે બકરાને ખરીદવા માટે દિલ્હીથી બકરાના ખરીદદારો ગામમાં આવ્યા હતા.

ગામના લોકોએ આ બકરાની કિંમત 1 લાખ રૂપિયા સુધી લગાવી, પરંતુ બકારાનો માલિક તેને 11 લાખ રૂપિયામાં વેચવા માંગે છે.  હવે જોવાનું એ છે કે આ બકરાને કોણ ખરીદે છે, બકરાના માલિકે તેનો મોબાઈલ નંબર પણ રજૂ કર્યો છે.

થોડા સમયમાં જ ઈદ આવવાની હોય હાલ બકરાની ખરીદી વેચાણ પૂર જોશમાં ચાલી રહ્યું છે એવામાં આ આઅનોખા બકરાએ સૌનું  ધ્યાન ખેંચ્યું છે. બકરાનો માલિક આ બકરાને 11 લાખથી નીચે વેચવા નથી માંગતો, ત્યારે જોવાનું રહ્યું કે હવે આ બકરો કેટલી કિંમતમાં વેચાય છે.

Niraj Patel