સોનાલી ફોગટના ફોરેન્સિક રિપોર્ટમાં સામે આવ્યું કે સોનાલીના શરીર ઉપર હતા વાગવાના નિશાન, મોટો ખુલાસો થઇ ગયો

બીજેપી નેતા અને ટિકટોક સ્ટાર સોનાલી ફોગાટનું 23 ઓગસ્ટે ગોવામાં નિધન થયું હતું. હવે તેના મૃત્યુને લઈને એક પછી એક નવા નવા ખુલાસા થઈ રહ્યા છે. પહેલા સોનાલીના ભાઈ અને માતા દ્વારા તેની સાથે બળાત્કાર કરી તેને મારી નાખી  હોવાનો આરોપ સોનાલીના પીએ ઉપર લગાવવામાં આવ્યો હતો, ત્યારબાદ હવે સોનાલી ફોગાટના ઓટોપ્સી રિપોર્ટમાં પણ મોટો ખુલાસો થયો છે.

સોનાલી ફોગાટના શરીર પર ઈજાના ઘણા નિશાન જોવા મળ્યા છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર સોનાલી ફોગાટના શરીર પર ધારદાર વસ્તુ વડે ઈજાના નિશાન જોવા મળ્યા છે. ગોવા પોલીસે બીજેપી નેતા સોનાલી ફોગાટના મોતના સંબંધમાં હત્યાનો કેસ નોંધ્યો છે. ફોગાટના પરિવારની ફરિયાદ બાદ આઈપીસીની કલમ 302 હેઠળ એફઆઈઆર નોંધવામાં આવી છે.

ફોગટના પરિવારજનોની સંમતિ બાદ આજે તેનું પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું હતું. અગાઉ ઈન્ડિયા ટુડે સાથે વાત કરતા, ફોગટના ભત્રીજા, મોનિન્દર ફોગાટે કહ્યું હતું કે, “અમે હવે શબપરીક્ષણ માટે અમારી સંમતિ આપી દીધી છે. અમે પોલીસને સંમતિ આપી છે કારણ કે અમારા વકીલો અને ડૉક્ટરોએ સૂચવ્યું હતું કે 72 કલાક પછી, શરીર વધુ બગડશે.” અમને ખાતરી આપવામાં આવી છે કે ડોકટરોની એક પેનલ પ્રક્રિયાને જોશે અને તેની વિડિયોગ્રાફી પણ કરવામાં આવશે.”

જણાવી દઈએ કે સોનાલી ફોગાટે 23 ઓગસ્ટે અંતિમ શ્વાસ લીધા હતા. ષડયંત્રનો આરોપ લગાવતા તેની બહેને કહ્યું હતું કે, “ભોજન કર્યા પછી સોનાલીને બેચેની લાગી હતી”. અગાઉ અંજુના પોલીસે અકુદરતી મૃત્યુનો ગુનો નોંધ્યો હતો. સોનાલી ફોગાટને 23 ઓગસ્ટે સવારે 9 વાગ્યે હોસ્પિટલમાં મૃત લાવવામાં આવી હતી.

Niraj Patel