પ્રેમની નગરી પેરિસના એફિલ ટાવરમાં ગીતાબેન રબારીએ મચાવી ગરબાની ધૂમ, “ટેટુડો લેવો છે..” ગીત પર ખેલૈયાઓ સાથે ઝૂમ્યા.. જુઓ વીડિયો
Gitabe played Garba under the Eiffel Tower : ગુજરાતના લોકપ્રિય ગાયિકા ગીતાબેન રબારી આજે કોઈ ઓળખના મોહતાજ નથી. તેમને પોતાની સુમધુર ગાયિકથી ના માત્ર ગુજરાતમાં જ પરંતુ દેશ અને દુનિયામાં પોતાનું નામ ગુંજતું કર્યું છે અને એટેલ જ ગીતાબેન રબારીને લોકો કચ્છી કોયલના હુલામણા નામથી પણ ઓળખે છે. તેમના કાર્યક્રમો જ્યાં પણ હોય ત્યાં મોટી સંખ્યામાં માનવ મહેરામણ ઉમટી પડતું હોય છે.
ગીતાબેન તેમના સોશિયલ મીડિયામાં પણ ખુબ જ એક્ટિવ રહેતા હોય છે અને પોતાની તસવીરો તેમજ વીડિયો તેઓ શેર કરતા હોય છે. ગુજરાત ઉપરાંત તેમના કાર્યક્રમો દેશ અને વિદેશમાં પણ થતા હોય છે અને ત્યાં મોટી સંખ્યામાં લોકો ગીતાબેનને નિહાળવા માટે આવી પહોંચતા હોય છે.
ત્યારે હાલ ગીતાબેન રબારી ફ્રાન્સની મુલાકાતે છે અને ફ્રાન્સના પેરિસમાંથી તેમને પોતાની ઘણી બધી તસવીરો અને વીડિયો પણ શેર કર્યા છે. પ્રેમની નગરી પેરિસની શાન માનવામાં આવતા એફિલ ટાવર પાસે પારંપરિક પરિધાનમાં ઉભા રહીને ગીતાબેન રબારીએ પોતાની ઘણી બધી તસવીરો શેર કરી છે.
આ સાથે જ ગીતાબેને એફિલ ટાવરની નીચે ગરબા રમતો વીડિયો પણ શેર કર્યો છે. આ પહેલા પણ ગીતાબેને પેરિસની ઘણી તસવીરો શેર કરી હતી. ગીતાબેન ફ્રાન્સની અંદર લાઈવ પર્ફોમન્સ માટે ગયા છે. તેમને યુનેસ્કો દ્વારા ગરબાને વિશ્વ કક્ષાએ સ્થાન આપ્યું એ માટે થઈને ખાસ ઉજવણી કરી હતી, જેમાં ગીતાબેને પણ લાઈવ પર્ફોમન્સ આપ્યું હતું.
લાઈવ પર્ફોમન્સ દરમિયાન ગીતાબેન રબારી તેમના પારંપરિક પરિધાનમાં જોવા મળ્યા હતા અને પેરિસમાં રહેતા ગુજરાતીઓને પોતાના સુરના તાલ પર ઝુમાવવા મજબુર કર્યા હતા.
ગીતાબેન દ્વારા હાલમાં શેર કરવામાં આવેલી તસ્વીરોમાં પારંપરિક પરિધાનમાં સજ્જ ગીતાબેન એફિલ ટાવરની સામે ઉભા રહીને પોઝ આપી રહ્યા છે. અન્ય એક તસ્વીરમાં તે હાથ જોડીને ઉભા રહેલા પણ જોવા મળે છે.
આ ઉપરાંત આજ ફીડમાં તેમને વીડિયો પણ પોસ્ટ કર્યો છે, જેમાં તે ખેલૈયાઓ સાથે ગરબાની મઝા માણતા પણ જોવા મળી રહ્યા છે. આ ઉપરાંત તેમને એફિલ ટાવરની નીચે પણ ગરબા કર્યા હતા.
આ તસવીરો અને વીડિયોની સાથે ગીતાબેને વેસ્ટર્ન આઉટફિટની અંદર પણ એફિલ ટાવર સામેની ઘણી બધી તસવીરો પોસ્ટ કરી છે. આ તસવીરોને ચાહકો હવે ખુબ જ પસંદ કરી રહ્યા છે.
View this post on Instagram