અરે બાપ રે… આ નાની બાળકીએ સ્વેગ બતાવવાના ચક્કરમાં ગળામાં લપેટી લીધો ખતરનાક સાપ, અને પછી… જુઓ વીડિયોમાં

સોશિયલ મીડિયામાં ઘણા બધા વીડિયો રોજ વાયરલ થતા હોય છે, ઘણા લોકો પાલતુ પ્રાણીઓ સાથે પણ વીડિયો બનાવતા હોય છે અને તેને જોવાનું લોકો ખુબ જ પસંદ પણ કરતા હોય છે, પરંતુ હાલ સોશિયલ મીડિયામાં એક નાની બાળકીનો સાપ સાથેનો વીડિયો વાયરલ થઇ રહ્યો છે જેને જોઈને કોઈના પણ હોશ ઉડી જશે.

આ વીડિયોમાં એક નાની બાળકી ખતરનાક સાપ સાથે રમતી જોવા મળી રહી છે. સ્વેગ બતાવવા માટે આ છોકરી એવી રીતે સાપ સાથે રમી રહી છે, જેને જોઈને તમારો આત્મા કંપી જશે. તમે જોઈ શકો છો કે છોકરી તેના ગળામાં સાપને લપેટીને સ્વેગ બતાવી રહી છે. આ નાની છોકરી તેના ગળામાં એક વિશાળ સાપ વીંટાળેલી જોવા મળે છે.

વીડિયોમાં જોઈ શકાય છે કે આ નાની બાળકી કાળા રંગના ખતરનાક સાપને તેના ગળામાં લપેટીને અલગ-અલગ પોઝ આપી રહી છે. આ દરમિયાન છોકરીએ સાપની પૂંછડી પકડી છે અને તેની પૂંછડી ગળામાં લપેટી છે. આ વીડિયો જોયા પહેલા સોશિયલ મીડિયા યુઝર્સે સાપને બાળકની ચોટલી સમજી લીધો હતો. જો કે, જ્યારે લોકોએ ધ્યાનથી જોયું, ત્યારે તેઓની ઊંઘ હરામ થઈ ગઈ. ધ્યાનથી જોયા પછી જાણવા મળ્યું કે આ કોઈ ચોટલો નથી પણ ખતરનાક સાપ છે.

 

View this post on Instagram

 

A post shared by Ariana (@snakemasterexotics)

વીડિયો જોયા બાદ મોટાભાગના લોકો ડરી ગયેલા જોવા મળે છે. લોકો કહે છે કે ગળામાં ખતરનાક સાપ લટકાવવો એ નાની બાળકી માટે ખતરનાક સાબિત થઈ શકે છે અને સાપ તેને ડંખ પણ મારી શકે છે. બીજી તરફ બાળકીને સાપથી બિલકુલ ડર લાગતો નથી. તમે જોઈ શકો છો કે છોકરી ખૂબ જ ખુશીથી સાપને તેના ગળામાં લપેટી રહી છે. આ ઉપરાંત સાપ પણ છોકરીના ગળામાં ખૂબ જ આરામથી લપેટાયેલો છે અને તે જરાય પ્રતિક્રિયા આપતો નથી. આ વીડિયોને snakemasterexotics નામના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટથી શેર કરવામાં આવ્યો છે.

Niraj Patel